વિમ્બલ્ડનમાં ફેડરર અને યોકોવિચની વિજયી આગેકૂચઃસિલીચ બહાર


લંડન, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર

વર્લ્ડ નંબર વન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે અમેરિકાના ડેનિસ કુલ્ડાને ૬-૩, ૬-૨, ૬-૨થી પરાસ્ત કરતાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ ખેલાડી ફેડરરે બ્રિટનના ક્લાર્કને ૬-૧, ૭-૬ (૭-૩), ૬-૨થી પરાસ્ત કરતાં ત્રીજા રાઉન્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. 

પોર્ટુગલના સોઉસાએ મેજર અપસેટ સર્જતાં છઠ્ઠો સીડ ધરાવતા ક્રોએશિયન ખેલાડી સિલીચને સીધા સેટોમાં ૬-૪, ૬-૪, ૬-૪થી મહાત કર્યો હતો. કઝાખસ્તાનના કુકુશીનેએ પણ નવમો સીડ ધરાવતા અમેરિકાના જોન આઇસનરને ૬-૪, ૬-૭ (૩-૭), ૪-૬, ૬-૧, ૬-૪થી હરાવીને અપસેટ સર્જતાં આગેકૂચ કરી હતી. 

નિશિકોરીએ બ્રિટનના નોરીને ૬-૪, ૬-૪, ૬-૦થી હરાવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલ મેચમાં ચોથો સીડ ધરાવતા સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસને સર્બિયાના ટિપ્સારેવિચ સામે ૬-૪, ૬-૭ (૫-૭), ૬-૧, ૬-૪થી વિજય પ્રાપ્ત કર્યો હતો. 

વિમેન્સ સિંગલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં ૧૧૧મો ક્રમાંક ધરાવતી અમેરિકાની લૌરેન ડેવિસે ૨-૬, ૬-૨, ૬-૧થી છઠ્ઠો સીડ ધરાવતી જર્મન ખેલાડી કેર્બરને હરાવીને અપસેટ સર્જ્યો હતો. નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સે ૩-૬, ૭-૬ (૭-૫), ૬-૨થી અમેરિકાની ટાઉનસેન્ડને અને છઠ્ઠો સીડ ધરાવતી ક્વિટોવાએ ફ્રાન્સની લાડેનોવિચને ૭-૫, ૬-૨થી પરાજીત કરી હતી. સ્લોવેનિયાની હેરકોગે અમેરિકાની મેડિસન કીઝને ૬-૨, ૬-૪થી અને અમેરિકાની ડેનિસ કોલિન્સે ૪-૬, ૬-૪, ૬-૩થી લાતેવિયાની સેવાત્સોવાને મહાત કરી હતી.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LCAkJs
via Latest Gujarati News

Post a Comment

0 Comments