સંતાનોને વિદેશમાં સેટ કરીને કાશ્મીરમાં નફરત ફેલાવતા અલગતાવાદી નેતાઓ


નવી દિલ્હી, તા. 4 જુલાઇ, 2019, ગુરૂવાર

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક યુવાનોને અશિક્ષિત અને બેરોજગાર રાખીને દેશ વિરોધી પ્રવૃતિ કરાવનારા ૧૩૦ અલગતાવાદી નેતાઓના સંતાનો વિદેશમાં સેટ છે અથવા તો સેટ થવાની કોશિશમાં લાગ્યા છે. ગૃહ મંત્રાલયના એક અહેવાલમાં આ ધડાકો થયો છે.

દેશના ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે કાશ્મીરમાં અરાજકતા ફેલાવતા અને યુવાનોને દેશ સામે ભડકાવીને રાજકારણ કરતા કાશ્મીરના અલગતાવાદી નેતાઓના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે અથવા તો સેટલ થઈ ગયા છે.

ગૃહ મંત્રાલયના અહેવાલમાં દાવો થયો છે કે જમ્મુ-કાશ્મીરના ૧૩૦ અલગતાવાદી નેતાઓના કુલ ૨૨૦ સંતાનો કે સંબંધીઓ વિદેશમાં સેટલ થઈ ગયા છે. કાશ્મીરમાં નફરત ફેલાવીને વારંવાર સ્કૂલ-કોલેજો બંધ રખાવતા આ નેતાઓના દીકરા-દીકરીઓ-બહેનો-ભાઈઓ વિદેશમાં શાંતિથી જીવી રહ્યા છે.

અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુક હુર્રિયતનો ચેરમેન છે. તે વારંવાર જમ્મુ-કાશ્મીર બંધનું ઐલાન કરાવીને અને યુવાનોને ભડકાવીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરાવે છે. તેની બહેન રાબિયા અમેરિકામાં ડોક્ટર છે અને ત્યાં જ સેટ થઈ છે. જમાત-એ-ઈસ્લામનો નેતા સદર ગુલામ મોહમ્મદનો દીકરો સાઉદી અરેબિયામાં ડોક્ટર છે. બિલાલ લોનની દીકરી ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરી રહી છે.

ડીએમપી નામનું રાજકીય સંગઠન ધરાવતો અલગતાવાદી નેતા મોહમ્મદ શબી રેશીનો દીકરો અમેરિકામાં પીએચડી કરી રહ્યો છે. નિસાર હુસેનનો દીકરો અને દીકરી ઈરાનમાં રહે છે. તેની દીકરી તો ઈરાનમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરે છે. અશરફ સહરઈના બંને દીકરા સાઉદી એરબમાં સેટ થયા છે.

જી.એ. ભટ્ટ નામનો નેતા આમિર એ જમાત સંગઠનનો ચેરમેન છે. તેનો દીકરો સાઉદી અરેબિયામાં ડોક્ટર છે. આસિયા અંદ્રાણીના બંને દીકરા વિદેશમાં છે. એક મલેશિયામાં અભ્યાસ કરે છે અને બીજો ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરે છે.અશરફ લાયાની દીકરી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. તો મોહમ્મદ યુસુફ મીરની પુત્રી પણ પાકિસ્તાનમાં મેડકિલનો જ અભ્યાસ કરી રહી છે.

ઝહૂર ગિલાનીનો દીકરો સાઉદીની એરલાઈન્સમાં નોકરી કરે છે.૧૪ હુર્રિયત નેતાઓના ૨૧ પુત્ર-પુત્રી-બહેન-ભાઈઓ અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા-સાઉદી-ઈરાન વગેરેમાં સેટ થયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XsikIB
via Latest Gujarati News

Post a Comment

0 Comments