
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 4 જુલાઇ, 2019, ગુરૂવાર
સિંધુદુર્ગના કણકવલી શહેરમાં જવા માટેના પુલના બાંધકામને લીધે ફેલાયેલો કીચડ તથા રસ્તા પર પડેલા ખાડાના મામલે આજે વિધાનસભ્ય નિતેશ રાણેએ ડેપ્યુટી એન્જિનિયર પર કીચડ ભરેલી બાલકી તૂટીને તેમને નવડાવી દીધા એટલું જ નહિ પુલ પર તેને બાંધી દીધો હતો. આ ઘટના બદલ કણકવલી પોલીસે નિતેશ રાણેને તેમના નિવાસસ્થાનેથી પાંચ કલાકમાં ધરપકડ કરી હતી.
ઉશ્કેરાયેલા લોકપ્રતિનિધિના ૪૦ સમર્થકોનો પણ પોલીસે અટકાયત કરી હતી. સિંધુદુર્ગ ખાતે કણકવલી ખાતે મુંબઈ- ગોવા હાઈવેના રસ્તા પર ખૂબજ ખાડા પડી ગયા છે. રસ્તા ચારણી જેવા બની ગયા છે. તેમજ ત્યાં બંધાઈ રહેલા પુલના નિર્માણને લીધે કીચડ ફેલાયો છે. આ મામલે સંબંધિત વિભાગ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. છતાં તેની તરફ પ્રશાસને દુર્લક્ષ સેવતું હતું. આથી આજે આ હાઈવેના ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ શેડેકરને જવાબદાર ગણાવીને વિધાનસભ્ય નિતેશ રાણેએ આક્રમક રૂપ ધારણ કરીને આ એન્જિનિયર ઉપર બાલદી ભરીને કીચડ નાંખ્યો હતો.
કણકવલીના નગરાધ્યક્ષ સમીર નલાવડેના નેતૃત્વ હેઠળ સ્વાભિમાની અનેક કાર્યકર્તાએ તેમને ગડનદી પરના પુલ અટકાવી નાખ્યા હતા. સર્વ સામાન્ય જનતાને થનારા ત્રાસનો અનુભવ ડેપ્યુટી એન્જિનિયરને કરાવવા માટે વિધાનસભ્ય નિતિશ રાણેએ એન્જિનિયર ઉપર બાલદી ભરેલા કીચડની નવડાવી દીધો હતો.
દરમિયાન કોંકણમાં વરસી રહેલા મૂશળધાર વરસાદને લીધે મુંબઈ- ગોવા મહામાર્ગ પર અનેક ખાડા પડી ગયા છે. ખાડાને લીધે અને ત્યાં પુલના બાંધકામને લીધે કીચડ ફેલાતા કણકવલીના રહેવાસીઓને ભારે ત્રાસ સહન કરવો પડે છે.
કેટલાક દિવસ પૂર્વે કણકવલીના બજાર પેઠમાં પાણી ભરાયા હતા. દરમિયાન હાઈવે પર કીચડ ફેલાયો હતો અને રસ્તા પર ખાડા પડેલા હોવાથી ત્રાસેલા નાગરિકોએ આજે રોષ હાઈવે માર્ગના ડેપ્યુટી એન્જિનિયર ઠાલવ્યો હતો.
તેને ગડનદીના પુલથી જાણવલીના પુલ સુધી પગપાળે લાવ્યા હતા. ત્યારે તેમના અંગ પર કીચડ નાંખ્યો હતો. આ બનાવ બદલ પોલીસે આઈ.પી.સી. ૩૫૩, ૩૪૩, ૩૩૨, ૩૨૪, ૩૨૩, ૫૦૪ હેઠળ નિતેશ રાણે સહિત ૪૦ જેટલા કાર્યકર્તા સામે ગુનો દાખલ કરીને અટક કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XnWVjX
via Latest Gujarati News
0 Comments