શિર્ડી સાંઈબાબા મંદિર પરિસરમાં ભક્તને બેભાન કરી લૂંટનારી મહિલા પકડાઈ


મુંબઈ,તા. 1 જુલાઈ 2019, સોમવાર

શિર્ડી સાંઈબાબા મંદિર પરિસરમાં  પ્રસાદમાં બેભાન થવાની દવા ભેળવીને  ખવડાવીને  ભકતને લૂંટનારી મહિલા ઝડપાઈ ગઈ છે. મંદિર પરિસરના  સીસીટીવી ફૂટેજના  આધારે  સિક્યુરિટી ગાર્ડે આરોપી મહિલાને પકડી લીધી હતી.

શિર્ડી ના વૃદ્ધા છબુબાઈ ગત ૧૯ જૂનના સાંઈબાબાની આરતી બાદ પ્રસાદ લેવા જઈ રહ્યા હતા.ત્યારે અન્ય એક મહિલાએ તેમને પ્રસાદ ખાવા માટે આપ્યો હતો.

આ પ્રસાદ ખાધા બાદ વૃદ્ધા છબુબાઈ બેભાન થઈ ગયા હતા. આરોપી મહિલા તેમના ગળામાંથી  સોનાના દાગીના અને રોકડ રકમ લઈ નાસી ગઈ હતી.  મંદિરના સિક્યુરિટી ગાર્ડને વૃદ્ધાએ આ બનાવની જાણ કરી હતી.

સિક્યુરિટી ગાર્ડે મંદિરના પરિસરના સીસીટીવી  ફૂટેજની   તપાસણી કરી હતી.  જેના આધારે  મહિલાને પકડવા તપાસ શરૂ કરવામાં  આવી હતી.

આ મહિલા ફરી મંદિર પરિસરમાં આવી હતી. ત્યારે તે પકડાઈ ગઈ હતી. ઝારખંડની રહેવાસી અને તેનું નામ પિંકી હોવાનું મહિલાએ પૂછપરછમાં કહ્યું  હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FLPE2F
via Latest Gujarati News

Post a Comment

0 Comments