
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.5 જુલાઈ 2019, શુક્રવાર
ભોજપુરી અને મરાઠી સિનેમા થકી પ્રોડયુસર બન્યા બાદ પ્રિયંકા ચોપરા હવે પોતાને માટે એક હિંદી ફિલ્મ બનાવશે. તમામ પ્રયાસો છતાં પ્રિયંકાને સલમાન ખાનની ફિલ્મ 'ભારત' છોડયા પછી ફિલ્મોની ઓફર મળતી નથી.
પ્રિયંકાને સંજય લીલા ભણશાલી પાસેથી બહુ આશા હતી. પરંતુ લાગે છે કે સલમાનને ત્યાં પણ પોતાનો વીટો લગાડયો છે. સૂત્રની વાત સાચી માનીએ તો, સંજય ભણશાલીએ પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ 'હીરામંડી' બનાવાના હાલ મુડમાં નથી. આ ફિલ્મમાં પ્રિયંકા લીડ રોલમાં ફાઇનલ થઇ ગઇ હતી.
ભણશાલી પણ પોતાની ફિલ્મ માટે કામ કરવાની શરૂાત કરી દીધી હતી. તેવામાં તેના ફોનની ઘંટડી વાગી અને સલમાન-આલિયાની 'ઇન્શાલ્લાહ' પર કામ શરૂ થઇ ગયું. સલમાને ભણશાલીની ફિલ્મમાં કામ કરવા રસ દાખવતા દિગ્દ્રશકે પોતાની અન્ય ફિલ્મોના કામ રોકી દીધા. હાલ તે સલમાન-આલિયાના પ્રોજેક્ટમાં જ વ્યસ્ત છે.
ભણશાલીની ફિલ્મમાંથી પોતાનું પત્તુ કપાઇ જતાં પ્રિયંકાએ પોતે જ અન્ય સ્ક્રિપ્ટ માટે ફાંફા મારવાના શરૂ કર્ર્યા. સૂત્રના અનુસાર તેણે પોતાના માટે હિંદી ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરી છે અને એ માટે હવે દિગ્દર્શક શોધી રહી છે. જોકે ચર્ચા એવી પણ છે કે, સલમાનના ડરથી કોઇ દિગ્દર્શક તેના માટે કામ કરે તે મુશ્કેલ લાગી રહ્યું છે. પ્રિયંકાને કોઇ નિર્માતા પણ નહીં મળે તો તે પોતાના પ્રોડકશનહાઉસ હેઠળના બેનર હેઠળ ફિલ્મ બનાવવા તૈયાર છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YzPany
via Latest Gujarati News
0 Comments