નવી દિલ્હી, તા. 22 જુલાઇ 2019, મંગળવાર
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂકેલા રધુરામ રાજન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અધ્યક્ષ બને એવી શક્યતા વધી રહી હોવાનું જાણવા મળ્યું હતું. બ્રિટિશ મિડિયાના રિપોર્ટ મુજબ આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર પદના ઉમેદવારોની યાદીમાં સૌથી ટોચ પર રઘુરામ રાજનનું નામ હતું.
રાજન ઉપરાંત બેંક ઑફ ઇંગ્લેંડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની, ડેવિડ કેમેરુન સરકારમાં નાણાં પ્રધાન રહી ચૂકેલા જ્યોર્જ ઓસ્બોર્ન અને નેધરલેંડના ભૂતપૂર્વ નાણાં પ્રધાન જેરોઇન ડિજસ્સેલબ્લોઇમનાં નામો છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના હાલના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટીન લેગાર્ડે ગયા સપ્તાહે પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું સપ્ટેંબરની 12એ અમલમાં આવશે. અન્ય એક અહેવાલ મુજબ લેગાર્ડ યૂરોપીય સેન્ટ્રલ બેંકના ચેરમેનપદે નીમાય એવી શક્યતા હતી. અગાઉ એવી પણ ચર્ચા હતી કે રઘુરામ રાજનને બેંક ઑફ ઇંગ્લેંડના ગવર્નર બનાવવામાં આવશે. જો કે રઘુરામ રાજને એવી સ્પષ્ટતા કરી હતી કે મેં આ હો્દ્દા માટે અરજી કરી નથી.
છેલ્લા કેટલાક સમયથી એવી માગણી બળવત્તર બની હતી કે, આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર અમેરિકા કે યૂરોપના દેશોની કોઇ વ્યક્તિ ન હોવી જોઇએ. એશિયા ખંડના કોઇને આ હોદ્દો આપવો જોઇએ. આ દ્રષ્ટિએ રઘુરામ રાજન પ્રબળ દાવેદાર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GlPIX6
via Latest Gujarati News
0 Comments