દિલ્હીમાં ફ્રૂટી અપાવવાને બહાને નરાધમે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું

નવી દિલ્હી, તા. 6 જુલાઇ 2019, શનિવાર

પાટનગર નવી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પાંચ વર્ષની એક બાળકીને ફ્રૂટી અપાવવાના બહાને નિર્જન સ્થળે લઇ જઇને એના પર બળાત્કાર કરનારા શખ્સની પોલીસ તપાસ કરી રહીં છે.

સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસને આ વ્યક્તિની ઓળખ થઇ ચૂકી છે અને એને ઝડપી લેવા પોલીસે પગલાં લીધાં હતાં.

પોલીસે જણાવ્યા મુજબ દ્વારકાના સેક્ટર-23માં રહેતા એક પરિશ્રમી પરિવારની આ બાળકી રોજ જે વિસ્તારમાં રમવા જતી ત્યાં એના મજૂર માતાપિતાએ તપાસ કરી પરંતુ બાળકી મળી નહોતી. દિવસભર માતાપિતા અને પાડોશીઓએ તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. મોડી સાંજે કોલોનીથી દૂર એક નિર્જન સ્થળે કોઇના રડવાનો અવાજ આવતાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને બાળકીને અર્ધબેશુદ્ધ અવસ્થામાં જોઇ હતી. 

ઝાડીઓમાં બાળકી રડી રહી હતી અને એના પર દુષ્કર્મ થયું હોવાનું સમજી શકાતું હતું. પોલીસે તબીબી તપાસ કરાવતાં બળાત્કાર થયો હોવાની શંકાને સમર્થન મળ્યું હતું. સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LFDmMS
via Latest Gujarati News

Post a Comment

0 Comments