રામ જન્મભૂમિ વિવાદના પક્ષકાર મહંત ધર્મદાસને જાનથી મારી નાખવાની ધમકી મળી

અયોધ્યા, તા. 6 જુલાઇ 2019, શનિવાર

અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદના એક પક્ષકાર મહંત ધર્મદાસને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળતાં પોલીસે તેમના નિવાસસ્થાનની આસપાસ સિક્યોરિટી વધારી હતી.

છેલ્લા બે મહિનામાં ચાલીસ વખત તેમને ફોન પર ગાળાગાળી કરીને એક અજનબીએે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફોન નંબર પરથી તપાસ શરૂ કરી હતી. જોકે, હજુ કોઇની ધરપકડ થઇ નથી. દરમિયાન પોલીસ વડાની સૂચનાથી મહંતજીના નિવાસસ્થાન હનુમાનગઢીની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FWn3I1
via Latest Gujarati News

Post a Comment

0 Comments