કરાચી, તા.6 જુલાઇ 2019, શનિવાર
પાકિસ્તાનના કરાચી શહેરમાં ભારતીય રાજદૂતાવાસના અધિકારીઓને હેરાન કરવાના પ્રયાસો ફરી શરૂ થયા હોવાની માહિતી મળી હતી.
આ વિસ્તારમાં ભારતીય રાજદૂતાવાસમાં ગેરકાયદે અતિક્રમણ શરૂ થઇ જતાં ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને પાકિસ્તાની સત્તાવાળાઓને કહ્યું હતું કે રાજદૂતાવાસમાં થયેલું અતિક્રમણ તત્કાળ દૂર કરવું જોઇએ.
વિદેશ મંત્ર્યાલયે દિલ્હીમાં રહેલા પાકિસ્તાની ડેપ્યુટી હાઇ કમિશનર હૈદર શાહને બોલાવીને આ બાબતે તેમને પગલાં લેવાની તાકીદ કરી હતી. ગુરૂવારે હૈદર શાહ વિદેશ મંત્ર્યાલયની ઑફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમને આ બાબતની જાણ નક્કર પુરાવા સાથે કરાઇ હતી.
આમ તો છેલ્લાં થોડાં વર્ષથી કરાચી ખાતેનું ભારતીય રાજદૂતાવાસ બંધ છે. કેટલાક લોકોએ ત્યાં જબરદસ્તીથી ઘુસવાના પ્રયાસો કર્યા હતા અને સિક્યોરિટી ગાર્ડને ધાકધમકી આપી હતી.
પાકિસ્તાનમાં લશ્કરના વધી રહેલા પ્રભાવના પગલે ભારતે 1994માં કરાચી ખાતેનું રાજદૂતાવાસ બંધ કર્યું હતું. પાકિસ્તાની લશ્કરની ઇચ્છા નહોતી કે કરાચીમાં ભારતીય રાજદૂતાવાસ રહે. દુનિયાભરમાં ગુનેગાર તરીકે જાણીતો ડૉન દાઉદ ઇબ્રાહિમ પણ કરાચીમાં છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XMFhpw
via Latest Gujarati News
0 Comments