ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં જોરદાર વરસાદ

નવી દિલ્હી, તા. 6 જુલાઇ 2019, શનિવાર

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદના પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું અને ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં સડકો પર સરોવર સર્જાયા જેવી પરિસ્થિતિ જોવા મળતી હતી.

બીજી બાજુ મધ્ય પ્રદેશના દમોહ વિસ્તારમાં પણ લોકો જાનના જોખમે પૂરગ્રસ્ત સડકો પાર કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના ઇટાવામાં તો ચારેબાજુ એટલું બધું પાણી ભરાયું છે કે રેલવે અન્ડરબ્રિજમાં પાણી હોવાથી કેટલીક ટ્રેનો ફસાઇ ગઇ હતી. જિલ્લા હૉસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઇ ગયું હતું. બીજુ્ં તો ઠીક, પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયાં હતાં.

મધ્ય પ્રદેશના દમોહ ઉપરાંત ટીકમગઢમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને જનજીવનને ભારે પ્રતિકૂળ અસર થઇ હતી. નદી નાળાં છલકાયાં હતાં અને ગટરોનું પાણી બેક મારતાં કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઇ ગયાં હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xzmkrq
via Latest Gujarati News

Post a Comment

0 Comments