અલીગઢ, તા. 6 જુલાઇ 2019, શનિવાર
અલીગઢમાં પોતાના ઘરમાં બેસીને રામાયણનો સંગીતમય પાઠ કરી રહેલા એક મુસ્લિમ યુવાન પર પાડોશીઓએ હુમલો કર્યો હતો અને એનું હાર્મોનિયમ તોડી નાખ્યું હતું. આ હુમલાખોરો રામાયણની નકલ પણ લઇને નાસી ગયા હતા. આ સંદર્ભમાં પોલીસે બે યુવાનની ધરપકડ કરી હતી.
હુમલાનો ભોગ બનેલો યુવાન તૂટેલું વાજું લઇને પોલીસ સુપરિન્ટેન્ડન્ટની ઑફિસે પહોંચ્યો હતો અને ત્યાં હુમલાની ફરિયાદ નોંધાવી હતી. એસએસપીએ તરત પગલાં લેવાનો હુકમ આપ્યો હતો.
અલીગઢના મહેફૂઝનગરમાં રહેતો દિલશેર ખાન એક ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. બુધવારે રાતપાળી કરીને ગુરૂવારે સવારે ઘેર આવીને નહાઇ ધોઇને એ રામાયણ પાઠ કરવા બેઠો ત્યારે સમીર અને ઝાકિર નામના બે યુવાનો અન્ય લોકોને લઇને એને ત્યાં આવ્યા અને મારપીટ શરૂ કરી હતી. એ લોકોએ હાર્મોનિયમ તોડી નાખ્યું હતું અને રામાયણની નકલ લઇને નાસી ગયા હતા. પોલીસે સમીર અને ઝાકિરની ધરપકડ કરી હતી. બીજા લોકો નાસતા ફરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JtJWmN
via Latest Gujarati News
0 Comments