મુંબઇ, તા. 22 જુલાઇ 2019, સોમવાર
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનની યુતિ આગામી દિવસોમાં તૂટી પડે તો નવાઇ નહીં. ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જે પી નડ્ડાએ રવિવારે કરેલી એક જાહેરાત આ વાતનો અણસાર આપે છે.
નડ્ડાએ રવિવારે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે આ વર્ષની આખરમાં આવી રહેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્ય વિધાનસભાની તમામ બેઠકો એકલે હાથે લડવા કમર કસી લો. મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ 288 સભ્યો છે. આ બધી બેઠકો પરથી એકલે હાથે લડવાની નડ્ડાની સલાહનો અર્થ એવો થઇ શકે કે ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના સાથે જોડાણ નહીં કરે. નડ્ડાની આ જાહેરાતથી શિવસેનાના નેતાઓ ચોંકી ઊઠ્યા હતા.
જો કે નડ્ડાએ તરત ઉમેર્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અન્ય પક્ષ સાથે જોડાણ કરવાના મુદ્દે અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આખરી નિર્ણય લેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30R5z7Y
via Latest Gujarati News
0 Comments