ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ આજે બપોરે 2:43 કલાકે લોન્ચિંગ


નવી દિલ્હી, તા. 21 જુલાઇ 2019, રવિવાર

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રવિવારે સાંજે 6:43 કલાકે શરૂ થયું છે. 22 જુલાઇના રોજ 2:43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. આંધ્રપ્રધેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થનારા રોકેટની લંબાઇ 44 મીટર છે અને વજન 640 ટન છે. ઇસરો(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેશનના વડા કે.સિવને આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે.

 ઉલ્લેખનીય છે કે યાનનું લોન્ચિંગ 15મી જુલાઇ પર નિર્ધારિત હતું પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે લોન્ચિંગ થઇ શક્યુ નહોતું. કાઉન્ટ ડાઉન દરમિયાન રોકેટ અને યાનની વિવિધ સિસ્ટમની તપાસ કરવામાં આવશે અને રોકેટના એન્જીનોમાં ઇંધણ પૂરવામાં આવશે.  ચંદ્રયાન-2 ભારતનું બીજા ક્રમાંકનું સૌથી મહત્વાકાંક્ષી મિશન છે. જેને શ્રીહરિકોટના સતીશ ધવન સ્પેસ સેન્ટર. જેને રોકેટ જી.એસ.એલ.વી. માર્ક-3 પરથી લોન્ચ કરવામાં આવશે.

આ રોકેટ 44 મીટર લાંબુ અને 640 ટન વજન ધરાવે છે. જેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખવામાં આવ્યું છે.  પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લગભગ 3.844 લાખ કિલોમીટર છે. ઉડાન ભર્યાની કેટલીક મિનીટો બાદ રૂપિયા 375 કરોડમાં તૈયાર થયેલું જી.એસ.એલ.વી. માર્ક-3 રોકેટ રૂપિયા 603 કરોડમાં તૈયાર થયેલા ચંદ્રયાનને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે. ત્યાંથી ચંદ્રયાન-2ની યાત્રા શરૂ થશે.

ચંદ્રયાન-2માં રહેલું વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાાન નામનું રોવર ચંદ્ર સુધી જશે. લેન્ડર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિના સુધીમાં ચંદ્ર પર પહોંચશે અને ત્યારબાદ પ્રજ્ઞાાનનું કામ શરૂ થશે. યાનને લોન્ચ કરનારા લોન્ચિંગ વેહીકલ જીએસએલવી (જીયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહીકલ) માર્ક-3માં 15 જુલાઇના રોજ લોન્ચિંગના થોડા કલાકો પહેલાં ટેકનિકલ ખામી આવી હતી.

ઉસરો અત્યાર સુધીમાં ત્રણ જી.એસ.એલ.વી. માર્ક-3 રોકેટ લોન્ચ કરી ચૂક્યું છે. આ ઉપરાંત વર્ષ 2022માં ભારત દ્વારા હાથ ધરાનારા સમાનવ અંતરિક્ષ મિશન માટે પણ માર્ક-3નો ઉપયોગ થવાનો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GkzLjG
via Latest Gujarati News

Post a Comment

0 Comments