કેટરિના કૈફના જીવનમાં છેલ્લા એક વરસથી ઘણો બદલાવ આવ્યો છે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 22 જુલાઈ 2019, સોમવાર

કેટરિના કૈફ તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે ભૂતકાળ ભૂલી જઇને કારકિર્દીમાં આગળ ધપવા માંગે છે. 

તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ંકે, '' છેલ્લા એક વરસથી મારા જીવનમાં ઘણા બદલાવ આવ્યા છે. મારી કામ કરવાની પદ્ધતિ અને અંગત જીવનમાં ઘણા ફેરફાર થયા છે. હું હવે ફિલ્મ મેકિંગ પ્રોસેસ પણ સમજવા લાગી છું. હવે મને મારા ભૂતપૂર્વ પ્રેમીનો આમનો-સામનો થાય છે, તો હું લગીરે નર્વસ થતી નથી. મારા જીવનમાં મુશ્કેલી લાવે એવી કોઇ વાત પર હું ધ્યાન આપતી નથી. મારી પાસે હવે બે જ ઓપ્શન છે, એક ઉદાસ ચહેરો રાખવાની બદલે હસતા રહેવું અને સારી રીતે વાત કરવી. સલમાન એક બહુ જ સારો મિત્ર તેમજ બહેતર ઇન્સાન છે.''

કેટરિનાને ડિપ્રેશનમાંથી બહાર લાવી ફરી તેની કારકિર્દી પાટે ચડાવવામાં સલમાનનો જ હાથ છે. રણબીર સાથેના છ-સાત વરસના પ્રેમસંબંધના અંત પછી  કેટરિના માનસિક તાણમાં સરી ગઇ હતી. જેમાંથી સલમાને તેને ઉગારી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LAvXze
via Latest Gujarati News

Post a Comment

0 Comments