
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 જુલાઈ 2019, સોમવાર
અજય દેવગણ ચાણક્યના જીવનપર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મની ઘોષણા એક વરસ પહેલા જ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ ફિલ્મ પર કામ શરૂ થઇ શક્યું નથી. નિર્માતા-દિગ્દર્શક આ ફિલ્મને બે ભાગમા ંબનાવાનું વિચારી રહ્યા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, ચાણક્યના જીવનને ફિલ્મના એક જ હિસ્સામાં સમેટી શકાય એમ નથી. તેથી નિર્માતા-દિગ્દર્શક આ ફિલ્મને બે ભાગમાં બનાવાનું વિચારી રહ્યા છે. હવે આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે. નીરજ લાંબા સમયથી ચાણક્યના જીવન પર રિસર્ચ કરી રહ્યો છે.
અજય દેવગણ આ ફિલ્મને લઇને ઉત્સાહિત છે. તેણે આ ફિલ્મના પોતાના પાત્રના લુક માટે તેમજ બોડી પર પણ પૂરતું ધ્યાન આપવું પડશે. આ લુક માટે તેને પ્રોસ્થેટિક ટેકનિકનો સહારો લેવો પડશે. આ ફિલ્મ પૂરી નહીં થાય ત્યાં સુધી તે અન્ય ફિલ્મમાં કામ કરી શકશે નહીં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ya3RMX
via Latest Gujarati News
0 Comments