
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 22 જુલાઈ 2019, સોમવાર
તાજેતરમાં દીપિકા પદુકોણ અને રણબીર કપૂર દિગ્દર્શક લવ રંજનની ઓફિસ બહાર સાથે દેખાયા હતા. ત્યારથી આ જોડી રૂપેરી પડદે ફરી સાથે કામ કરવાની છે, તેવી અટકળ શરૂ થઇ ગઇ હતી. હવે કહેવાય છે કે, દીપિકાએ આ ફિલ્મ સાઇન કરી લીધી છે.
રિપોર્ટસની માનીએ તો, દીપિકા પદુકોણે અને નુસરત ભરુચાએ લવ રંજનની ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં અજય દેવગણ રણબીર કપૂરની પિતાની ભૂમિકામાં જોવા મળશે. લગ્ન બાદ દીપિકા પ્રથમ વખત ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રણબીર સાથે કામ કરતી જોવા મળશે. આ જોડીએ ભૂતકાળમાં 'બચના ઐ હસીના', યે જવાની હૈ દીવાની' અને 'તમાશા'માં સાથે કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રણબીર અને દીપિકા એક સમયે પ્રેમમાં હતા. જોકે તેમનો પ્રેમાલાપ લાંબો ચાલ્યો નહોતો. ટૂંકા ગાળામાં બ્રેકઅપ થઇ જતાં દીપિકા ડિપ્રેશનમાં સરી પડી હતી. જેમાંથી તેને સારા થતા ઘણી મુશ્કેલીઓ થઇ હતી.જોકે અંતે તે માનસિક તાણમાંથી બહાર આવી શકી. આ જોડી અંગત જીવનમાં સાથે ન રહી શકી, પરંતુ રૂપેરી પડદે તેમની કેમેસ્ટી દર્શકોને જોવી ગમે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yo14DW
via Latest Gujarati News
0 Comments