પાર્કિંગની દંડાત્મક કાર્યવાહીમાંથી ટુવ્હીલર પ્રત્યે પાલિકાનું કુણું વલણ


મુંબઇ,તાઃ 19 જુલાઈ 2019, શુક્રવાર

નો પાર્કિંગ વિસ્તારમાં પાલિકાએ શરૂ કરેલી દંડાત્મક કાર્યવાહીમાંથી ટુ વ્હીલર ગાડીઓને હવેથી રાહત આપવામાં આવશેે. પાલિકાની કાર્યવાહીનો રહેવાસીઓ તરફથી મોટા પ્રમાણમાં વિરોધ થવા લાગ્યો હોવાથી પાલિકાએ નરમ વલણ અપનાવ્યું છે. બસ, ટ્રક, રિક્ષા, ટેક્સી જેવા વ્યાવસાયિક વાહનો પર પ્રાધાન્યતાથી કાર્યવાહી કરવાનો નિર્દેશ પ્રશાસને આપ્યો છે.

પાલિકાએ સાત જુલાઈથી તમામ સાર્વજનિક પાર્કિંગથી ૫૦૦ મીટરના પરિસરમાં ગાડી પાર્ક કરનારા સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કાર્યવાહીમાં પાંચથી ૧૫હજાર સુધીના દંડની જોગવાઈ છે. આનો સૌથી વધુ ફટકો પાર્કિંગ પરિસરના રહેવાસીને પડી રહ્યો છે. આથી તેનો વિરોધ થઈ રહ્યો છેે.

દંડ વસૂલ કરવાને લઈને ટીકા થઈ રહી છે. એમાંય  ટુવ્હીલર વાહનો માટે દંડની રકમ રૂ. ૫૦૦૦ છે અને દંડ નહીં ભરવાથી ગાડી છોડાવો નહીં ત્યાં સુધી દર દિવસના રૂ. ૧૧૦ આપવા પડે છે. ટુવ્હીલર ચાલકો મોટા  ભાગના મધ્યમવર્ગીય હોય છે. આથી કાર્યવાહીનેે લીધે તેમની કમર ભાંગી જાય છે. આથ પાલિકાએ નરમ વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.

હાલ જ થયેેલી સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ વ્યાવસાયિક વાહનો પાસેથી દંડ વસૂલવાની સૂચના આપી છે અને ટુવ્હીલરોને બક્ષવાનું કહ્યું છેે.

નવા પાર્કિંગ ધોરણમાં પાલિકાએ વધુ સ્પષ્ટતા કરી છે. નો પાર્કિંગમાં ઊભેલી ગાડીમાં ચાલક હાજર હોય તો કાર્યવાહી કરવી નહીં એવું સ્પષ્ટ કર્યું છે. ગાડી બંધ કરીને ચાલક કશે ગયો હોય તો જ કાર્યવાહી કરવાનો નિર્દેશ છે.

સાત જુલાઈથી ૧૬ જુલાઈ સુધી ૨૫૨ ટુ વ્હીલરો સહિત ૬૨૩ વાહનો પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાંથી રૂ. ૩૧,૫૬,૪૨૫ની રકમ દંડપેટે વસૂલાઈ છે. મંગળવારે જોકે એક પણ ટુવ્હીલરો પર કાર્યવાહી થઈ નથી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y3UoqD
via Latest Gujarati News

Post a Comment

0 Comments