શાકભાજીના આવકમાં ઘટાડાને લીધે ભાવમાં સતત વધારો


મુંબઇ, તા.19 જુલાઈ 2019, શુક્રવાર

દેશના પશ્ચિમ ભાગમાં ઓછા વરસાદને લીધએ અને ઇસાન ભારત બાજુ પૂરની પરિસ્થિતિને  કારણે જથ્થાબંધ ભાજીપાલા માર્કેટોમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને નવા માંડયા છે. પરિણામે મધ્યમ વર્ગનું કિચન બજેટ હચમચી ગયું છે.

મુંબઇની જથ્થાબંધ ભાજીવાલા માર્કેટમાં આ મહિનાની શરૂઆતમાં ટમેટા ૧૨ રૂપિયે કિલો હતા તેનો ભાવ વધીને અત્યારે ૧૮ રૂપિયા થઇ ગયો છે. આવી જ રીતે કોબી, ભિંડા અને ફ્લાવરનો ભાવ પણ વધી ગયો છે.

અહીંની એ.પી.એમ.સી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિના સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે. પરંતુ જ્યાં વધુમાં વધુ શાક ઉગારવામાં આવે છે એ વિસ્તારોમાં વરસાદની ખેંચ છે. ચોમાસુ બેઠા પછી આ વિસ્તારોમાં વરસાદ પડયો નથી. એટલે શાકના  ઉત્પાદન પર માઠી અસર થઇ છે. લોકોને શાકભાજીના ભાવમાં હજી એકાદ મહિનો રાહત મળે એવી કોઇ શક્યતા અત્યારે દેખાતી નથી. 

હવામાન ખાતાએ મેળવેલા આંકડા મુજબ પહેલી જૂનથી ૧૦મી જુલાઇ દરમિયાન એકંદર વરસાદમાં ૧૪ ટકરા ખાધ નોંધાઇ છે. ખેડૂતો હવે શાકભાજી ઉગાડતા અચકાઇ રહ્યા છે. કારણ પાક ઓછો ઉતરે એવો તેમને ભય સતાવી રહ્યો છે. મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગયા વર્ષે વરસાદ ન પડવાથી કેટલાય ખેડૂતોએ ભારે નુકસાની ભોગવવી પડી હતી. ૫૦થી ૬૦ ટકા પાક નિષ્ફળ ગયો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30OYdln
via Latest Gujarati News

Post a Comment

0 Comments