અનંતનાગમાં આતંકીઓએ PDP નેતાના સુરક્ષાકર્મીની ધોળા દિવસે હત્યા કરી


(પીટીઆઈ) શ્રીનગર, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ ધોળા દિવસે પીડીપી નેતાના અંગત સુરક્ષાકર્મી(પીએસઓ)ની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

પીડીપીના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના સંબંધી મુફ્તી સજાદ શુક્રવારે બિજબેહરા ખાતે આવેલી મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયા તે સમયે આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે મસ્જિદ સજાદના ઘરથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી હતી અને તેમનો પીએસઓ ફારૂક અહમદ મસ્જિદના બહાર ઉભો હતો તે સમયે તેની હત્યા કરવામાં આવી હતી. 

અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકીઓએ બહુ નજીકના અંતરેથી ગોળીઓ મારીને ફારૂક અહમદની હત્યા કરી હતી અને સાથે જ તેમણે મુફ્તી સજાદ સુરક્ષિત હોવાની પૃષ્ટિ કરી હતી.

ફારૂક અહમદની હત્યાના પ્રત્યક્ષદર્શીઓએ બે હુમલાખોરોએ તેના પાસે રહેલી રાઈફલ છીનવવા પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરીને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અનેક ઠેકાણે દરોડા પાડયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O4quTf
via Latest Gujarati News

Post a Comment

0 Comments