સંસદનું સત્ર ૨૬ જુલાઇને બદલે બીજી ઓગસ્ટ સુધી ચલાવાય તેવી શક્યતા


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

સરકારી કામકાજને પુરા કરવા માટે હાલના સંસદના સત્રને ંલબાવવા અંગે સરકાર વિચારી રહી છે, એમ ટોચના સરકારી સૂત્રોએ કહ્યું હતું.

 સંસદનું હાલનું સત્ર આમ તો ૨૬ જુલાઇએ પુરૂં થાય છે, પરંતુ જે ખરડા સંસદના ટેબલ પર મૂકાયા હતા તે તમામને પાસ કરાવવા માટે સત્ર લંબાવવું જરૂરી હોવાથી સત્ર બીજી ઓગસ્ટ સુધી લંબાવાશે.સત્રને લંબાવવા માટે વિરોધ પક્ષોને સમજવવા કેન્દ્રીય મંત્રીઓ તેમના સતત સંપર્કમાં છે.

 જો કે વિરોધ પક્ષના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે અમે સત્રને લંબાવવાના મતના નથી. પરંતુ સૂત્રોએ કહ્યું હતું કે સત્રને કેટલું ચલાવવું તેનો વિશેષ અધિકાર સત્તા પક્ષ પાસે હોવાથી વાંધો નહીં આવે અને સત્રને લંબાવી શકાશે. 

લોકો સાંસદોને  કામ કરવા માટે ચૂંટયા હતા એટલે તેમણે કામથી ભાગવું ના જોઇએ, એમ એક ટોચના અધિકારીએ કહ્યું હતું. સરકારના ધારાકીય કામકાજ અનુસાર, વિવાદાસ્પદ ટ્રિપલ તલાક સહિત ૧૩ ખરડા પસાર કરવાના છે. ટ્રિપલ તલાકનો મુદ્દો કદાચ છેલ્લા સપ્તાહમાં હાથ ધરાશે.

૧૭ જૂને શરૂ થયેલા અને હાલમાં ચાલી રહેલા ૧૭મી લોકસભાના સત્રમાં અત્યાર સુધી સૌથી વધુ ઉત્પાદકિય કામકાજ થયા હતા. છેલ્લા ૨૦ વર્ષમાં આટલા કામ થયા નથી. નીચલા ગૃહમાં મંગળવાર સુધીમાં ૧૨૮ ટકા કામ થયા હતા.'આ વખતે લોકસભાએ તેના નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી કામગીરી બજાવી હતી, એમ એક અધિ કારીએ કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32C0i5J
via Latest Gujarati News

Post a Comment

0 Comments