
મુંબઇ,તા. 4 જુલાઈ 2019, ગુરુવાર
સંજય દત્ત અને સ્વ. રિચા શર્માની પુત્રી ત્રિશાલાના બોયફ્રેન્ડનું નિધન થયું છે. ત્રિશાલાએ ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી.
ત્રિશલાએ એક ઇમોશનલ પોસ્ટ મુકીને આ વાત લોકો સુધી પહોંચાડી હતી. તેણે લખ્યું હતું કે, '' મારું દિલ તૂટી ગયું છે. મને પ્રેમ કરવા, મારી રક્ષા અને કાળજી રાખવા બદલ તારો આભાર. તે જ મને મારી જિંદગીની સૌથી ખુશ વ્યક્તિ બનાવી. મને તું મળ્યો એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. તું હંમેશા મારામાં રહીશ. હું તને બહુ પ્રેમ કરું છું અને તું મને ફરી પાછો નહીં મળે ત્યાં સુધી કરતી રહીશ. હંમેશા તારી.''
આ સાથે ત્રિશલાએ સ્પષ્ટતા કરી છે કે તેના બોયફ્રેન્ડનું અવસાન ૨ જુલાઇ મંગળવારના થયું છે. જોકે તેના બોયફ્રેન્ડના અવસાનના કારણ વિશે તેણે કોઇ ખુલાસો કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે, ત્રિશલા પોતાના નાના-નાની સાથે અમેરિકામાં રહે છે. તેણે થોડા મહિના પહેલા જ એક ઇટાલિયન યુકને ડેટ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326QHUc
via Latest Gujarati News
0 Comments