જેકવેલિન ફર્નાન્ડિસ પ્રભાસ સાથે એક આઇટમ સોન્ગ કરતી જોવા મળશે


મુંબઇ,તા.  4 જુલાઈ 2019, ગુરુવાર

સલમાન ખાનની ફિલ્મ 'રેસ ૩' માં પોતાની અદાઓના જલવા બિખેરનારી જેકલિન ફર્નાન્ડિસ લગભગ એક વરસ સુધી રૃપેરી પડદાથી દૂર હતી.   હવે તે પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનિત ફિલ્મમાં લટકા-ઝટકા દેખાડતી જોવા મળશે. 

મીડિયા રિપોર્ટસની માનીએ તો, ફિલ્મ 'સાહો'માં એક આઇટમ સોન્ગ હશે અને નિર્માતાઓએ આ ગીત માટે જેકવેલિનને પસંદ કરી છે. આ ગીતમાં જેકલીન અને પ્રભાસ સાથે જોવા મળશે. જેકવેલિન આ ગીત માટે હાલ ત્રણ દિવસ ઓસ્ટ્રિયામાં હતી અને પ્રભાસ સાથે આ ગીતનું શૂટિંગ કર્યું છે. પ્રભાસ અને જેકવેલિનના આ ગીતને બાદશાહે ગાયું છે. 

આ એક રોમેન્ટિક ટ્રેક હશે અને આમાં પ્રભાસ અને જેકવેલિન સાથે શ્રદ્ધા પણ જોવા મળશે. આ ગીતને વૈભવી મર્ચન્ટે કોરિયોગર્ફ કર્યું છે. 

આ એકશન ફિલ્મને હિંદીની સાથેસાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રીલિઝ કરવામાં આવશે.આ ફિલ્મનું બજેટ રૃપિયા ૩૦૦ કરોડની આસપાસ છે. આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા ઉપરાંત જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મહેશ માંજરેકર અને મંદિરા બેદી જેવા કલાકારો હશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xy0TGV
via Latest Gujarati News

Post a Comment

0 Comments