સ્વરા ભાસ્કરનું બોયફ્રેન્ડ હિમાંશુ સાથે બ્રેકઅપ


મુંબઇ,તા. 4 જુલાઈ 2019, ગુરુવાર

સ્વરા ભાસ્કરનું તેના બોયફ્રેન્ડ હિંમાશુ સાથે બ્રેકઅપ થઇ ગયું હોવાની વાત બહાર આવી છે. બન્નએ કંગના રનોતની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ'થી ડેટ કરવાનું શરૃ કર્યું હતું. સતત પાંચ વરસ સાથે રહ્યા બાદ હવે બન્ને છુટ્ટા થઇ ગયા છે. જોકે બેમાંથીએકે પણ આ બાબતે કોઇ માહિતી આપી નહોતી. 

એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, '' હિંમાશુ અને સ્વરા ભાસ્કર વચ્ચે ભવિષ્યને લઇને વિવાદ થતો હતો. બન્ને પોતાની જિંદગીને અલગ-અલગ દિશાઓમાં લઇ જવા માંગતા હતા. અંતે તેમણે અલગ થવાનો ફેંસલો કર્યો.તેમનો બ્રેકઅપ ઘણો સૌહાર્દપૂર્ણ હતો અને બહુ વિચાર-વિમર્શ કર્યા બાદ જ તેઓ આ નિર્ણય પર આવ્યા છે.  તેમના મિત્રો અને પરિવારજનોને પણ તેમણે તેમનો ફેંસલો જણાવી દીધો છે. '' બન્ને જણા 'તનુ વેડ્સ મનુ'થી સાથે હતા. આ દરમિયાન તેમણે 'તનુ વેડસ મનુ રિટર્નસ' અને રાંઝમા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું. જેમાં સ્વરાએ અભિનય કર્યો અને હિંમાશુનું લેખન હતું. હિંમાશુ જલદી જ આનંદ એલ રાય સાથેેક નવી ફિલ્મ માટે હાથ મેળવવાનો છે. સ્વરા શબાના આઝમીની હિટ ફિલ્મ 'અર્થ'ની રીમેકમાં નજરે ચડે તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jr6G6S
via Latest Gujarati News

Post a Comment

0 Comments