એર ઇન્ડિયા ક્રુ સાથે બિભત્સ વર્તન કરનાર આઇરિશ મહિલા વકીલનો મૃતદેહ મળતા ચકચાર


(પીટીઆઇ) લંડન, તા. 4 જુલાઇ, 2019, ગુરૂવાર

મુંબઇથી લંડન જતી ફલાઇટમાં ક્રુ સાથે અસભ્ય વર્તન કરવા બદલ જેલમાં જઇ આવેલી આયરલેન્ડની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વકીલ જેલમાંથી છુટયાના થોડા દિવસો પછી મૃત હાલતમાં મળી આવી હતી. ગયા વર્ષે વિમાનમાં દારૂ આપવાની ના પાડયા પછી ક્રુ મેમ્બરને વંશિય ગાળો બોલ્યા પછી તેમની પર થુંકવા બદલ  સિમોન્સ બર્ન્સને છ મહિનાની જેલ થઇ હતી.

એણે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. ૫૦ વર્ષની વકીલને મહિલાઓ માટેની જેલ બ્રોન્ઝેફિલ્ડમાંથી ૨૦ મેના રોજ પેરોલ અથવા લાઇસન્સ પર છોડવામાં આવી હતી અને ૧૩ દિવસ પછી દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના ઇસ્ટ સસેક્સમાં બીચી હેડ ક્લિફમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.'પહેલી જૂનના રોજ મળેલી મહિલાની લાશને ઓળખી કાઢવામાં આવી હતી અને તે હોવની વકીલ સિમોન્સ બર્ન્સની હતી'એમ સસેક્સના સ્થાનિક પોલીસ પ્રવકતાએ કહ્યું હતું.

'તેમની મોતને શંકાસ્પદ માનવામાં આવતી નથી અને તેમના નજીકના સગાઓને તેની જાણ કરી દેવાઇ હતી. આ કેસને કોરોનર્સ ઓફિસરને સોંપી દેવાયો હતો'એમ પ્રવકતાએ ક્હયું હતું.ઉત્તર આયરલેન્ડના બેલફાસ્ટમાં જન્મેલી અને  ઓબ્રિયાન અટક પમ રાખતી  બેરિસ્ટરે એપ્રિલમાં લંડનમાં આઇસ્લે ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન વિમાનમાં અસભ્ય વર્તણુંકની કબુલાત કરી હતી. તેના મૃત્ય પછી મિત્રોએ કહ્યું હતું કે  તેને કરવામાં આવેલી સજાની તેના મગજ પર ખરાબ અસર થઇ હતી, કારણ કે તેણે વિમાનમાં જે કંઇ કર્યું હતું તે વાયરલ થયું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L6JA9h
via Latest Gujarati News

Post a Comment

0 Comments