ઔરંગાબાદમાં ઝવેરીની દુકાનમાંથી 27 કરોડના દાગીનાની ચોરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 4 જુલાઇ, 2019, ગુરૂવાર

ઔરંગાબાદમાં વામન હરી પેઠે જવેલર્સની દુકાનમાંથી ૨૭ કરોડ રૂપિયાની કિંમતના ૫૮ કિલો સોનાના દાગીના ચોરી કરવાનો કેસ પોલીસે ઉકેલી લીધો છે. આ મામલામાં દુકાનના મેનેજર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મેનેજરે અન્ય વેપારી સાથે મળીને દાગીનાની ચોરી કરી હોવાનું કહેવાય છે.

ઔરંગાબાદ સ્થિત સમર્થનગર પરિસરમાં આવેલા વામન હરી પેઠે જવેલર્સના અંકુર રાણે મેનેજર હતો. તેણે દુકાનમાં દાગીના ચોરી કર્યા હતા. પછી દાગીના વેચી દીધા હોવાનું કહેવાય છે. આરોપીએ પકડાય ન જવાય માટે દાગીનાના ખોટા બિલ બનાવ્યા હતા.

બીજી તરફ દુકાનના માલિકે જ્યારે દાગીનાની તપાસણી કરી ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. આ બાબત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કરી આરોપીઓને પકડયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YxJxGj
via Latest Gujarati News

Post a Comment

0 Comments