કોર્ટમાં હાજર થાઓ, નહીંતર જામીન રદ : જોધપુર કોર્ટની સલમાનને ચેતવણી


(પીટીઆઇ) જોધપુર, તા. 4 જુલાઇ, 2019, ગુરૂવાર

કાળા હરણના શિકારના કેસની સુનાવણી કરી રહેલા કોર્ટમાં ગુરૂવારે ફિલ્મ અભિનેતા સલમાન ખાન હાજર ના રહેતા તેને ચેતવણી આપતા કહ્યું હતું કે જો આગામી મુદ્દતે હાજર નહીં રહો તો તમારા જામીન રદ કરવી દેવામાં આવશે. બે કાળા હરણના કથિત શિકાર બદલ જિલ્લા અને સેશન કોર્ટે સલમાન ખાનને એપ્રિલ ૨૦૧૮માં કરેલી પાંચ વર્ષની સજા વિરૂધ્ધ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. 

હવે પછીની સુનાવણી ૨૭ સપ્ટેમ્બરે થશે. 'જજ ચંદ્રા કુમાર સોંગારાએ ખાનના વકીલને ચેતવણી આપી હતી કે જો સલમાન ખાન આગામી સુમાવણીમાં હાજર નહીં રહે તો તેના જામીન રદ કરી દેવાશે'એમ ફરીયાદી પક્ષના વકીલ મહિપાલ બિશ્નોઇએ કહ્યું હતું.

ટ્રાયલ કોર્ટ દ્વારા સજા સામે કરેલી અપીલની સુનાવણી વખતે સલમાન ખાનને વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી મૂક્તિ અપાઇ હતી. પરંતુ કોર્ટે સલમાન ખાનના વકીલને આવતા ગુરૂવારે તેમના અસીલને કોર્ટમાં હાજર રાખવા ચેતવણી આપી હતી.'પરંતુ સલમાન ખાને ફરીથી મૂક્તિ માટે અરજી કરી હતી'એમ ફરીયાદીના વકીલે કહ્યું હતું. 

સલમાન ખાનના વકીલે કહ્યું હતું કે તેમને ફિલ્મની શૂટિંગ જવાનું  હોવાથી તેઓ આવી શક્યા નહતા.  'પરંતુ કોર્ટે આગામી તારીખે ખાનને હાજર રહેવા કહ્યું હોવાથી અમે તેમને હાજર કરીશું'એમ તેમણે કહ્યું હતું.સલમાન ખાનની અપીલ પર મે ૨૦૧૮માં સુનાવણી શરૂ થઇ હતી.

ચાલુ વર્ષે પાંચમી એપ્રિલે સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.જો કે ટ્રાયલ કોર્ટે સૈફ અલી ખાન. તબુ,નીલમ અને સોનાલી બેંદ્રેને શંકાનો લાભ આપી ઓકટોબર ૧૯૯૮માં તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. હિન્દી ફિલ્મ 'હમ સાથ સાથ હૈં'ના શૂટિંગ માટે અદાકારો જોધપુર આવ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FU8JiY
via Latest Gujarati News

Post a Comment

0 Comments