26ય11ના આતંકી હુમલામાં બચી ગયેલા ડોક્ટરનું અકસ્માતમાં મોતઃબે પુત્રએ પણ જીવ ગુમાવ્યો

 

મુંબઈ, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર

૨૬/૧૧ના મુંબઈમાં આતંકી હુમલામાં બચી ગયેલા ડોક્ટર થોમસ ઉલેદરનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મુંબઈ- અમદાવાદ હાઈવે પર કાર દુર્ઘટનામાં ડોક્ટરના બે પુત્રએ પણ જીવ ગુમાવ્યો હતો. જ્યારે તેમની પત્નીને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આરોપી ટેમ્પો ડ્રાઈવરની ધરપકડ કરી છે.

નાયગાવમાં રહેતા ડોક્ટર થોમસ ઉલેદર તેમની પત્ની મેરી, બે પુત્ર ૧૦ વર્ષીય બેની અને પાંચ વર્ષીય ઈઝાયલ સાથે કારમાં પ્રવાસ કરી રહ્યા હતા. વિરારમાં તેઓ સંબંધીને ત્યાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. પણ મુંબઈ- અમદાવાદ હાઈવે પર વસઈ પાસે પૂરપાટ આવતા ટેમ્પો ચાલકે તેમની કારને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કાર સામેના રસ્તા પર પટકાઈ હતી. જ્યાં અન્ય એક ટેમ્પો સાથે પણ કારની અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં ડોક્ટર અને તેમના બંને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમની પત્ની ગંભીરપણે જખમી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત પછી નાસી ગયેલા ડ્રાઈવરને પોલીસે ઝડપી લીધો છે.

મુંબઈમાં ૨૬/૧૧ના આતંકી હુમલો થયો હતો ત્યારે પાકિસ્તાની આતંકવાદી કસાબ અને અબૂ ઈસ્માઈલે કામા હોસ્પિટલમાં ગોળીબાર કર્યો હતો. તે સમયે ડોક્ટર થોમસ સાથે તેમના સંબંધી એક મિત્ર પણ હતો. આતંકવાદીઓએ તેમને બંધક બનાવ્યા હતા. પણ ચમત્કાર કરીને ડોક્ટર થોમસનો જીવ બચી ગયો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RWg1aJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments