આજથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ, જાણો ઈતિહાસ

પુરી, તા. 4 જુલાઈ 2019 ગુરુવાર

આજથી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ છે. આ યાત્રા સાથે જોડાયેલી તમામ તૈયારીઓ સમયસર પૂરી થઈ ગઈ હતી. કોઈ પણ ભક્તને રથયાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા હિંદુઓ માટે ધાર્મિક રીતે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ વિષ્ણુનો 8મો અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે.

જગન્નાથ રથ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અષાઢ શુક્લ દ્વિતીયએ જગન્નાથપુરીમાં પ્રારંભ થાય છે અને દશમી તિથિએ સમાપ્ત થાય છે. આ દરમિયાન રથયાત્રામાં સામેલ હોવા સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુ પહોંચે છે.

રથયાત્રામાં સૌથી આગળ તાલ ધ્વજ પર શ્રી બલરામ, તેમની પાછળ પદ્મ ધ્વજ રથ પર માતા સુભદ્રા તેમજ સુદર્શન ચક્ર અને અંતમાં ગરૂણ ધ્વજ પર શ્રી જગન્નાથજી સૌથી પાછળ ચાલે છે. 

ધાર્મિક માન્યતાઓ અનુસાર કેમ નીકાળવામાં આવે છે ભગવાન જગન્નાથની રથયાત્રા

શુ છે રથયાત્રાનો સમગ્ર ઈતિહાસ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને કેટલાક પ્રકારની માન્યતાઓ અને ઈતિહાસનું વર્ણન કરવામાં આવે છે. એક દિવસ ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ નગર જોવાની ઈચ્છા રાખતા તેમને દ્વારકાના દર્શન કરાવવાની પ્રાર્થના કરી હતી. જે બાદ ભગવાન જગન્નાથે પોતાની બહેનને રથમાં બેસાડીને યાત્રા કરાવી હતી. જે બાદથી અહીં દર વર્ષે જગન્નાથ રથયાત્રા નીકાળવામાં આવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xung0s
via Latest Gujarati News

Post a Comment

0 Comments