મુંબઇ તા. 6 જુલાઈ 2019, શનિવાર
બોલીવૂડમાં પ્રત્યેક વરસે સેંકડો ફિલ્મો રિલિઝ થતી હોય છે. પરંતુ અમુક અપવાદ સિવાય એ બાબતની તકેદારી લેવાની હોય છે કે મહારથીઓની ફિલ્મ એક જ દીવસે રિલિઝ ન થાય. જેથી દર્શકો વહેંચાઇ ન જાય અને આર્થિક નુકસાન ન ભોગવવું પડે.
પરંતુ આવતા સ્વતંત્રતા દિવસના રોજ જ્હોન અબ્રાહ્મની બાટલા હાઉસ, અક્ષય કુમારની મિશન મંગળ અને પ્રભાસની સાહો થિયેટરોમાં રિલિઝ થશે. ત્રણ બિગ બજેટ ફિલ્મ વચ્ચેનો ટકરાવ રોમાચંક બનશે જોકે શક્ય છે કે આમાની એકાદ નિષ્ફળ જાય તો એનું દોષારોપણ અન્ય નિર્માતાઓને માથે કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ત્રણેય દિગ્ગજ કલાકારોની ફિલ્મ દેશદાઝથી ભરપૂર છે અને એથી કોઇ પણ નિર્માતા નમતુ જોખી રિલીઝને પાછી નહિ ઠેલે. બોલીવૂડના વિશ્લેષકોનું માનવું છે કે એટલિસ્ટ એકની રિલીઝ આઘીપાછી થાય તો બોલીવૂડ માટે આવકારદાયક ગણાશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FV3v6Q
via Latest Gujarati News
0 Comments