શ્રીદેવીની દીકરી જહાનવી સૈફ-અમ્રિતાની દીકરી સારા કરતા આગળ નીકળી


મુંબઇ તા. 6 જુલાઈ 2019, શનિવાર

વર્તમાન સમયની હોટેસ્ટ હીરોઇનની હરીફાઇમાં એક સમયે સારા અલી ખાન અને જહાનવી કપૂર લગભગ અડોઅડ હતા. પરંતુ કરણ જોહર પર વિશ્વાસ રાખવાના નિર્ણય જહાનવી કપૂરને ફળ્યો અને એ સારાથી આગળ નીકળી ગઇ.

કરણ કેમ્પમાં થોડુ મોડુ થતા સારાની માતા અમૃતા સિંઘ બેબાકળી બની અને જલ્દી ડેબ્યુની લાલચમાં સારા પાસે કેદારનાથ સાઇન કરાવી. પછી વારંવાર વિનંતીઓ કરવાને પરિણામે એને ધર્મા પ્રોડકશનની સિમ્બા પણ મળી.

તો બીજી તરફ જહાનવી અને એના પિતા બોની કપૂરે જહાનવીની કિસ્મત કરણ જોહરને સોંપી દીધી. ધડક દ્વારા લોન્ચ માટે એણે રાહ જોઇ અને ધર્માની બીજી બે  કારગીલ દગર્કા અને દોસ્તાના -ટુ પણ એને મળી. હવે જ્હાનવી આલિયા ભટ્ટની જેમ ધર્મા પ્રોજકશનની બ્લુ-આઇ બેબી બની ગઇ અને સારા કરણની રેન્જમાંથી સરકી ગઇ. કાર્તિક આર્યને દોસ્તાના-ટુ માટે સારાના નામની ભલામણ કરી પણ કરણે ધરાર જ્હાનવીને સાઇન કરી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S0QRrE
via Latest Gujarati News

Post a Comment

0 Comments