દીપિકા પાદુકોણ પિકુના સહ-કલાકાર ઇરફાન ખાનને લંડનમાં મળી


મુંબઇ તા.6 જુલાઈ 2019, શનિવાર

શૂજિત સરકારે ડિરેકટ કરેલી પિકુમાં દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાનની જોડી સરસ જામી હતી. વિશાલ ભારદ્વાજની પ્રસ્તાવિત સપના દીદીમાં પણ બન્ને સાથે કામ કરવાના હતા. પરંતુ ત્યાં અચાનક ઇરફાન ખાન કેન્સર જેવી  ગંભીર બિમારીમાં સપડાયો અને બન્નેની ફિલ્મી સફર થંભી ગઇ.

પરંતુ હવે ઇરફાન ખાન લંડનમાં સારવાર કરાવીને કામે  ચડી ગયો છે. તેની અંગ્રેઝી મીડિયમનું શૂટિંગ પણ ઇંગ્લેડમાં ચાલી રહ્યુ ં છે.  અને રણવીર સિંહની '૮૩'નું શૂટિંગ પણ લંડનમાં ચાલુ છે. આ ફિલ્મનો હિસ્સો દીપિકા પણ છે.

દીપિકાને ખબર પડી કે એનો પિકુના સહકલાકાર ઇરફાન પણ લંડનમાં છે તો એ તુરંત  ઇરફાન ખાનની ખબર પૂછવા અંગ્રેઝી મીડિયમના સેટ પર પહોંચી ગઇ. ઉલ્લેખનીય છે કે બન્ને કલાકારોએ સપના દીદીની સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી દીધી છે. પણ રી-યુનિયન કરવાની તક બન્ને ચૂકતા નથી. દીપિકાએ રણવીરની તબિયતના ખબર પૂછ્યા અને શુભકામનાઓ આપી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L8oZ43
via Latest Gujarati News

Post a Comment

0 Comments