નવા સપ્તાહમાં સેન્સેક્સ 39888 થી 39333 અને નિફટી 11988 થી 11666 વચ્ચે અથડાતાં જોવાશે


મુંબઈ, તા. 6 જુલાઈ 2019, શનિવાર

બજેટની કવાયત પૂરી થયા બાદ હવે આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ પર નજર સાથે કોર્પોરેટ ઈન્ડિયાના એપ્રિલ ૨૦૧૯ થી જૂન ૨૦૧૯ના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માટેના પરિણામોની શરૂ થઈ રહેલી સીઝન પર નજર રહેશે. જ્યારે આ સાથે બજેટરમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં  થયેલા વધારાની નેગેટીવ અસર સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવની વધઘટ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં  વધઘટ પર નજર રહેશે.

આગામી સપ્તાહમાં જૂન ૨૦૧૯ મહિના માટેના ૧૨,જુલાઈના જાહેર થનારા ફુગાવાના આંક અને મે ૨૦૧૯ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન(આઈઆઈપી)ના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં રોજગારીમાં અપેક્ષાથી વૃદ્વિ થયાના આંકડા જાહેર થયા બાદ આગામી સપ્તાહમાં યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની બુધવારે ૧૦,જુલાઈના જાહેર થનારી જૂનની પોલીસી મીનિટ્સ પર નજર રહેશે. આ ઈવેન્ટસ-પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૯૮૮૮ થી ૩૯૩૩૩ અને નિફટી ૧૧૯૮૮ થી ૧૧૬૬૬ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે.

ડાર્ક હોર્સ: HPL Electric & Power Ltd.

બીએસઈ(૫૪૦૧૩૬), એનએસઈ(HPL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૯૨માં શરૂ થયેલી એચપીએલ ઈલેક્ટ્રિક એન્ડ પાવર લિમિટેડ(એચપીએલ) (HPL Electric & Power Ltd.)મીટરીંગ સોલ્યુશન્સ, સ્વીચગીયર્સ, લાઈટીંગ ઈક્વિપમેન્ટ અને વાયર્સ એન્ડ કેબલ્સ સહિતના ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટનો વૈવિધ્યિસભર પ્રોડક્ટસ પોર્ટફોલિયોનું મેન્યુફેકચરીંગ કરતી ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરીંગ કંપની છે. કંપની હરિયાણા, હિમાચલ પ્રદેશમાં સાત મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. કંપનીની મેન્યુફેકચરીંગ પ્રોસેસની સક્ષમતા ડિઝાઈન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, કોમ્પોનન્ટ ડિઝાઈન, ટુલ મેકીંગ અને કમર્શિયલ પ્રોડકશન સહિતની છે. કંપની આર એન્ડ ડી પર મજબૂત ફોક્સ સાથે બે ઈન-હાઉસ આર એન્ડ ડી સેન્ટરો ધરાવે છે.

ઈલેકટ્રિક ઈક્વિપમેન્ટ ઉદ્યોગમાં સ્થાપિત બ્રાન્ડ એચપીએલ ૨૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે અને ઈલેક્ટ્રિક મીટર્સમાં વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. ચેન્જઓવર સ્વીચીઝમાં કંપની ૫૦ ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત કંપની એલઈડી લેમ્પસ અને વાયર્સ એન્ડ કેબલ્સના મેન્યુફેકચરીંગ અને સપ્લાય પર પણ ફોક્સ વધારી રહી છે. તમામ પ્રોડક્ટસમાં ગુણવતા જાળવણી પર ફોકસ કરવા સાથે કંપની સતત ટેકનોલોજી અપગ્રેડેશન કરે છે અને સેલ્સ અને માર્કેટીંગમાં આક્રમકતાએ એચપીએલને ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ ઉદ્યોગમાં મજબૂત બ્રાન્ડ તરીકે માન્યતા મેળવવામાં સક્ષમ બનાવી છે. 

કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ઈન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટમાં વૈવિધ્યિકૃત ગ્રાહક બેઝને આવરી લેવામાં આવે છે. ચાર પ્રોડક્ટ વર્ટિકલ્સમાં પ્રમુખ પ્રોડક્ટસમાં એર સર્કિટ બ્રેકર્સ, એમસીસીબીઝ, એમસીબીઝ, ઓન-લોડ ચેન્જઓવર સ્વીચીઝ, કંટ્રોલ ગીયર, મોડયુલર સ્વીચીઝ, એલઈડી અને નોન-એલઈડી બલ્બ અને ટયુબ્સ, એલઈડી લુમીનિયર્સ સ્થાનિક અને કમર્શિયલ તેમ જ ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે અને સિંગલ અને થ્રી ફેઝ મીટર્સ, એલટીસીટી મીટર્સ, પ્રિપેમેન્ટ મીટર્સ, નેટ મીટરીંગ, સ્માર્ટ મીટરીંગ અને ટ્રાન્સફોર્મર મીટરીંગ સોલ્યુશન્સ, સ્થાનિક અને ઈન્ડસ્ટ્રીયલ વાયર્સ અને સ્પેશ્યાલિટી કેબલ્સનો સમાવેશ છે.

સ્ટાન્ડર્ડાઈઝ સ્પેશિફિકેશન સાથેના ઉત્પાદનો ઉપરાંત કંપની ઈન્સ્ટીટયશન, કોર્પોરેટ ગ્રાહકો માટે કસ્ટમાઈઝડ પ્રોડક્ટસ પર પૂરા પાડે છે તેમ જ કેટલાક ઓઈએમઝ માટે પ્રોડક્ટ સુધારા પણ કરી આપે છે. એચપીએલના ઉત્પાદનો દરેક પ્રીમિયમ, મિડ-પ્રીમિયમ અને ઈકોનોમી સેગ્મેન્ટસ રેન્જમાં વેચાય છે.

કંપની તેના ૧૨૦૦થી વધુ ઓથોરાઈઝડ ડીલરો-ડિસ્ટ્રીબ્યુટરોના નેટવર્ક  કે જે ૨૭,૦૦૦થી વધુ રીટેલરો ભારતભરમાં ધરાવે છે એમના થકી ઈન્સ્ટીટયુશનલ, નોન-ઈન્સ્ટીટયુશનલ અને કોર્પોરેટ ગ્રાહકોને ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની ૯૦થી વધુ બ્રાન્ચ ઓફિસો અને પ્રતિનિધિ ઓફિસો ધરાવે છે. કંપની પાવર યુટીલિટીઝને ડાયરેક્ટ કોન્ટ્રેકટ એગ્રીમેન્ટસ થકી પ્રોડક્ટસનું વેચાણ કરે છે. કંપની એલવી સ્વીચગીયર માટે બજારમાં નોંધનીય બ્રાન્ડ રીકોલ અને ગ્રાહક લોયલ્ટી ધરાવે છે. એચપીએલ પબ્લિક અને પ્રાઈવેટ ક્ષેત્રોમાં ઉદ્યોગોમાં પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઉદ્યોગ, એરપોર્ટસ, પેટ્રોકેમિકલ, કેમિકલ અને ફર્ટિલાઈઝર ઉદ્યોગ સહિતને આવરી લે છે. આ ઉપરાંત કંપની વિવિધ ગવર્મેન્ટ એજન્સીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જાહેર સાહસો તરફથી કંપનીના ઉત્પાદનો અને ગુણવતા માટે મંજૂરીઓ ધરાવે છે.

ઓર્ડર બુક:

મે ૨૦૧૯ના આંકડા મુજબ કંપનીની કોન્સોલિડેટેડ ઓર્ડર બુક રૂ.૫૭૫ કરોડની છે. જેમાં મીટરીંગ ઓર્ડરો રૂ.૫૫૪ કરોડ, લાઈટીંગ ઓર્ડરો રૂ.૯.૯ કરોડના છે. આ સિવાય સ્વીચગીયર માટે રૂ.૯.૫ કરોડના ઓર્ડરો અને વાયર્સ એન્ડ કેબલ્સ માટેના ઓર્ડરો રૂ.૧.૪ કરોડના છે. નવા મીટરીંગ ઓર્ડરોમાં કંપનીએ પ્રથમ આ પ્રકારની સ્માર્ટ કોમ્યુનિકેશન ટેકનોલોજીસ સાથે મીટરો માટેના રૂ.૬૨.૫ કરોડના ઓર્ડરો મેળવ્યા છે.

કંપનીના બી ટુ સી વેચાણમાં થઈ રહેલા વધારા સાથે માર્જિન વૃદ્વિની અપેક્ષા અને ઓછી કાર્યકારી મૂડીની જરૂરીયાતે કંપનીની કામગીરી સુધરી રહી છે. પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૯માં કંપનીને કુલ વેચાણના ૫૨ ટકા બી ટુ સી એટલે કે નોન-યુટીલિટી મીટરીંગ, સ્વીચગીયર, લાઈટીંગ અને વાયર્સ એન્ડ કેબલ્સ સેગ્મેન્ટની આવકમાંથી મળ્યા છે. જ્યારે બાકી ૪૮ ટકા બી ટુ બી સેગ્મેન્ટમાંથી મેળવ્યું છે. કંપનીને આગામી અમુક વર્ષોમાં બી ટુ સી સેગ્મેન્ટમાંથી વેચાણ ૫૫ થી ૫૬ ટકા મળવવાની અપેક્ષા છે. કંપનીએ છેલ્લા ૨૪ મહિનામાં ભાવિ વૃદ્વિ માટે ક્ષમતાઓના નિર્માણ માટે રૂ.૧૦૦ કરોડ જેટલું મૂડી રોકાણ કર્યું છે. હવે આગામી કેટલાક વર્ષોમાં ખાસ મોટા મૂડી રોકાણની યોજના નથી, જેથી કંપનીનો ઓપરેટીંગ કેશ ફ્લો વધવાની અપેક્ષા છે. 

બુક વેલ્યુ:

માર્ચ ૨૦૧૬ના રૂ.૭૬.૫૨, માર્ચ ૨૦૧૭ના રૂ.૧૦૯.૩૦, માર્ચ ૨૦૧૮ના રૂ.૧૧૧.૦૫, માર્ચ ૨૦૧૯ના રૂ.૧૧૬.૦૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૧૨૨.૩૮

શેર હોલ્ડિંગ પેટર્ન:

પ્રમોટર્સ શેઠ પરિવાર પાસે ૪૯.૯૧ ટકા સાથે હવેલ્સ ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ પાસે ૧૮.૧૨ ટકા મળવીને હોલ્ડિંગ ૭૨.૩૧ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૬.૦૩ ટકા પૈકી એચડીએફસી ટ્રસ્ટી કંપની લિમિટેડ પાસે ૬.૦૩ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૨.૧૧ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૧૨.૭૧ ટકા હોલ્ડિંગ છે.

નાણાકીય પરિણામો:

(૧) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૧૯ થી માર્ચ ૨૦૧૯:

કોન્સોલિડેટેડ ચોખ્ખી આવક રૂ.૩૧૪.૫૬ કરોડની તુલનાએ ૧૨ ટકા વધીને રૂ.૩૫૨.૫૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૭.૨૦ કરોડની તુલનાએ ૭૪ ટકા વધીને રૂ.૧૨.૫૨ કરોડ નોંધાવ્યો હતો. 

(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯:

કોન્સોલિડેટેડ ચોખ્ખી આવક રૂ.૧૦૩૬.૩૧ કરોડની તુલનાએ વધીને રૂ.૧૧૫૮.૪૭ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૨૭.૪૩ કરોડની તુલનાએ વધીને રૂ.૩૨.૫૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૪.૩ થી વધીને રૂ.૫.૧ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦:

કોન્સોલિડેટેડ અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૩૩૭.૮૫ કરોડ થકી ચોખ્ખો નફો રૂ.૪૦.૧૨ કરોડ મેળવી શેર દીઠ આવક રૂ.૬.૨૩ અપેક્ષિત છે. 

 મનોજ શાહ:રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે:  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી:  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ: arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

આરબીઆઈ પાસેથી રૂપિયા ૯૦,૦૦૦ કરોડ ડિવિડન્ડના રૂપમાં મેળવવાનો સરકારે અંદાજ મૂકયો 

નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં સરકારે રિઝર્વ બેન્ક પાસેથી ડિવિડન્ડના સ્વરૂપમાં રૂપિયા ૯૦,૦૦૦ કરોડ મળવાનો અંદાજ મૂકયો છે. વર્તમાન નાણાં વર્ષ માટે ફેબુ્રઆરીમાં રજુ થયેલા વચગાળાના બજેટમાં આ રકમ રૂપિયા ૬૯૦૦૦ કરોડ મુકાઈ હતી. આનો અર્થ સરકાર રિઝર્વ બેન્ક પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ કરોડ વધુ મેળવવા ધારે છે.

રિઝર્વ બેન્ક પાસેના વધારાના નાણાં સરકારને ટ્રાન્સફર કરવા સંદર્ભમાં આરબીઆઈ તથા સરકાર વચ્ચે વ્યાપક મતભેદો સપાટી પર આવ્યા હતા ત્યારે નાણાં પ્રધાને રકમમાં વધારો કરીને સરકાર રિઝર્વ બેન્ક પાસેથી વધુ રકમ પડાવી લેવા માગે છે તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.રિઝર્વ બેન્કે પોતાની પાસેની વધારાની રકમમાંથી કેટલી રકમ સરકારને ટ્રાન્સફર કરવી જોઈએ તે સંદર્ભમાં બિમલ જાલન સમિતિની નિમણૂંક કરવામાં આવી છે. સમિતિએ પોતાનો અહેવાલ લગભગ તૈયાર કરી લીધો છે અને ટૂંક સમયમાં તે સરકારને સુપરત કરશે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L5Z79g
via Latest Gujarati News

Post a Comment

0 Comments