
લંડન, તા. 6 જુલાઈ 2019, શનિવાર
આઇસીસી વર્લ્ડ કપની ફાઈનલ ૧૪મી જુલાઈએ યોજાવાની છે. યજમાન ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે, ત્યારે એક ટીવી ચેનલ સ્કાય સ્પોર્ટસે જાહેરાત કરી છે કે, જો ઈંગ્લેન્ડ ફાઈનલમાં પ્રવેશશે તો અમે યુકે (યુનાઈટેડ કિંગ્ડમ)માં વર્લ્ડ કપની ફાઈનલ ફ્રિ ટુ એર ટેલિકાસ્ટ કરીશું.નોંધપાત્ર છે કે, છેલ્લે ૨૦૦૫ની એશિઝ ટેસ્ટ સિરીઝ આ પ્રકારે ફ્રિ ટુ એર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. ઈનો મોર્ગનની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમે સતત બે મેચોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી ધરખમ ટીમને હરાવીને ૧૯૯૨ બાદ પહેલી વખત વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતુ. ઈંગ્લેન્ડની ટીમ ૧૯૭૯ બાદ પહેલી વખત ઘરઆંગણાના વર્લ્ડ કપમાં સેમિ ફાઈનલ રમવા જઈ રહી છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YCNwld
via Latest Gujarati News
0 Comments