મધ્ય પ્રદેશના મંદસૌર, નીમચમાં મૂશળધાર વરસાદ પછી 16,000નું સ્થળાંતર


ઉ.પ્રદેશમાં અનેક નદીઓ જોખમી સ્તરથી ઉપર

(પીટીઆઈ) ભોપાલ/જયપુર/લખનઉ, તા. 15 સપ્ટેમ્બર, 2019, રવિવાર

ઉત્તર ભારતના ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસૃથાન અને ઉત્તર પ્રદેશમાં મૂશળધાર વરસાદને કારણે પૂર જેવી સિૃથતિ સર્જાઈ છે. મધ્ય પ્રદેશમાં મંદસૌર અને નીમચમાં મૂશળધાર વરસાદને પગલે રવિવારે પૂર જેવી સિૃથતિ સર્જાઈ હતી, જેથી કેટલાક વિસ્તારોમાં 16,000થી વધુ લોકોનું સૃથળાંતર કરવામાં આવ્યું હતું.

બીજીબાજુ રાજસૃથાનમાં ભારે વરસાદને કારણે નદીઓએ જોખમી સ્તર વટાવતાં ચિત્તોડગઢમાં વરસાદના પાણી વચ્ચે એક સ્કૂલમાં 350થી વધુ બાળકો અને 50 શિક્ષકો ફસાઈ ગયા છે. તેમને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક નદીઓએ જોખમી સ્તર વટાવ્યું છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અહીં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ હિતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી પૂરની સિૃથતિ સર્જાતાં રવિવારે મંદસૌરના 100થી 125 ગામડાઓમાંથી 13,000થી 14,000 લોકોને સલામત સૃથળે ખસેડવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં બચાવ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તંત્રએ સિૃથતિ પર ચાંપતી નજર રાખી છે. મંદસૌરમાં ગાંધી સાગર ડેમમાં બેકવોટરનું સ્તર ચેતવણીજનક સ્તરથી વધી ગયા બાદ નીમચમાં રામપુરા શહેરમાં પૂર આવ્યું હતું, જેને પગલે 2300થી વધુ લોકોનું સૃથળાંતર કરવામાં આવ્યું હતું.

હવામાન વિભાગના અિધકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 24 ક્લાકમાં મંદસૌરમાં 218 મીમી જ્યારે નીમચના માનસા શહેરમાં 243 મીમી વરસાદ ખાબક્યો હતો.

મંદસૌર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 1લી જૂન પછી 1,927.80 મીમી વરસાદ નોંધાયો છે, જે 742.10 મીમીની વાર્ષિક સરેરાશ કરતાં લગભગ ત્રણ ઘણો છે. એ જ રીતે નીમચમાં પણ આ વર્ષે ચોમાસામાં કુલ 1,569.70 મીમી વરસાદ ખાબક્યો છે, જ્યારે અહીં વાર્ષિક સરેરાશ 706.90 મીમી છે.

આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલી નંખાયા હતા અને 4.93 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરીણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજસૃથાનમાં ભારે વરસાદને કારણે રાણા પ્રતાપ ડેમમાંથી પાણી છોડાતા નદીઓ બંને કાંઠે વહેવા લાગી હતી અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સિૃથતિ સર્જાઈ હતી. 

પરિણામે ચિત્તોડગઢમાં વરસાદના પાણી વચ્ચે એક સ્કૂલમાં 350 બાળકો અને 50 શિક્ષકો ફસાઈ ગયા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા હોવાની માહિતી મળતાં સૃથાનિક વિસ્તારના લોકોએ તેમને તાત્કાલિક સહાય અને ભોજન અને પાણી જેવી મૂળભૂત સેવાઓ પૂરી પાડી હતી. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સ્કૂલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે.

બીજીબાજુ કોટા બેરેજમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાતા શ્યોપુરની ચંબલ નદી જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. ચંબલના વધેલા જળસ્તરના કારણે નદી કાંઠાના અનેક ગારોમાં પૂર જેવી સિૃથતિ છે અને જયપુર તથા સવાઈ માધોપુરને જોડતો હાઈવે પણ ડૂબી ગયો છે. કોટામાં વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કોટામાં બેરેજના 18 ગેટ ખોલી દેવાયા હતા અને સાડા પાંચ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું.

ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિવિધ ડેમમાંથી પાણી છોડવાને કારણે નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. સેન્ટ્રલ વોટર કમિશન રિપોર્ટ મુજબ બાલિઆ અને ગાઝિપુરમાં ગંગા નદી જોખમી સ્તરથી ઉપર છે જ્યારે વારાણાસી, અલ્હાબાદ અને બદૌનમાં નદીમાં પાણીનું સ્તર જોખમી લેવલની નજીક પહોંચી ગયું છે.

એ જ રીતે યમુના બાંદામાં જોખમી સ્તરથી ઉપર વહે છે. હમીરપુરમાં બેતવા નદી પણ જોખમી સ્તરની ઉપર છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીની સૂચના આપી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30k7pxd
via Latest Gujarati News

Post a Comment

0 Comments