ટાઇગર શ્રોફનું સૌથી લાંબુ અનકટ એકશન દ્રશ્ય


મુંબઇ,તા.15 સપ્ટેમ્બર 2019, રવિવાર

ટાઇગર શ્રોફ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન પણ કામ કરી રહ્યો છે. તાજેતરમાં ટાઇગરે એક લાંબુ એકશન દ્રશ્ય ભજવ્યું.  મીડિયા રિપોર્ટસના અનુસાર આ ફિલ્મનું શિર્ષક 'વોર' હોવાથી હૃતિક અને ટાઇગરના એકશન દ્રશ્યો પર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે.

ટાઇગરે એક દ્વશ્યમાં અઢી મિનીટ લાંબો સીન કર્યો છે.આ સીન તેણે કોઇ પણ કટ વગર કર્યો હતો. અત્યાર સુધીમાં બોલીવૂડની ફિલ્મોનો આ સોથી લાંબુ દ્રશ્ય છે. 

ફિલ્મના તમામ એકશન દ્રશ્યો ટાઇગરે પોતે જ કર્યા છે. તેણે ડબલ બોડીનો ઉપયોગ કર્યો નથી. 

દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે જણાવ્યુ ંહતું કે, ભારતીય સિનેમાંમાં હજી સુધી કોઇ આવી એકશન ફિલ્મ બની નથી. આ ફિલ્મના એકશન સીકવન્સ ડિઝાઇન કરવા માટે મને એક વરસથી વધુ સમય લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને રૂપિયા ૧૮૦ કરોડના બજેટમાં બનાવામાં આવી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I95FAV
via Latest Gujarati News

Post a Comment

0 Comments