જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટ પેઈડ મોબાઈલ સર્વિસ પુન: સ્થાપિત થઈ

શ્રી નગર, તા. 14 ઓક્ટોબર 2019 સોમવાર

જમ્મુ અને કાશ્મીરમાં મોબાઈલ પોસ્ટ પેઈડ સર્વિસ પુન: સ્થાપિત કરી દેવાઈ છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ને પાંચ ઓગસ્ટે રદ કર્યા બાદથી કાશ્મીરમાં સાવચેતી તરીકે મોબાઈલ ફોન સેવાઓ અને ઈન્ટરનેટ સુવિધાઓને બંધ કરી દીધી હતી.

આ સમય દરમિયાન જમ્મુ અને લદ્દાખ વિસ્તારમાં મોબાઈલ ફોન સેવાઓ ઉપલબ્ધ હતી પરંતુ કાશ્મીર ખીણમાં પાંચ ઓગસ્ટથી આના પર પ્રતિબંધ હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા રોહિત કંસલે કહ્યુ ખીણમાં સમગ્ર સ્થિતિમાં સુધાર બાદ સોમવારે સવારથી પોસ્ટ-પેઈડ મોબાઈલ ફોન સેવાઓને પુન: સ્થાપિત કરવાની અનુમતિ આપવાનો નિર્ણય લીધો છે.

ઈન્ટરનેટ સુવિધાને પુન: સ્થાપિત કરવા પર કેટલાક સત્તાકીય નિવેદન જારી કરાયા નથી. ખીણમાં ઓગસ્ટથી ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે.

સૂત્રોનું કહેવુ છે કે શરૂમાં માત્ર BSNL પોસ્ટ-પેઈડ મોબાઈલ પર જ મોબાઈલ ફોન કનેક્ટિવિટીની અનુમતિ આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ તથ્યને ધ્યાનમાં રાખતા કે કેટલાક સ્થાનિક લોકોની પાસે BSNLનું પોસ્ટ-પેઈડ કનેક્શન નથી, વિભિન્ન સેવા પ્રદાતાઓએ તમામ પોસ્ટ-પેઈડ મોબાઈલ ફોન પર સેવાઓને પુન: સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

મોબાઈલ ફોનના પુન: સ્થાપનથી વિદ્યાર્થી, વેપારીઓ અને સામાન્ય માણસને રાહત મળશે. પર્યટક ઉદ્યોગ સાથે જોડાયેલા સ્થાનિક લોકો મોબાઈલ ફોનના પુન: સ્થાપનની માગણી કરી રહ્યા હતા. જેથી તે બુકિંગ સુનિશ્ચિત કરી શકે અને તે ગ્રાહકો સાથે સંપર્ક કરી શકે. જે ખીણમાં ફરવા માટે આવવા ઈચ્છે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2q7cwo4
via Latest Gujarati News

Post a Comment

0 Comments