
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર
નોટબંધી બાદ હવે નેટબંધી શબ્દ ચર્ચામાં છે કેમ કે છેલ્લા એક વર્ષમાં દેશમાં 106 વખત સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો છે. જેને પગલે દેશને 9245 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધો મામલે આતંકવાદથી પ્રભાવિત ઇરાક અને સૂદાન બાદ ભારત સૌથી વધુ અસર પામ્યૂ છે.
હાલ સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટ મામલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને ઇન્ટરનેટ જરૂરી હોય ત્યાં હટાવી લેવાનો આદેશ આપ્યો છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે કાશ્મીરમાં પાંચમી ઓગસ્ટ 2019ના રોજ પ્રતિબંધ મુકાયા હતા, જેને હવે 158 દિવસ થઇ ગયા છે.
ગયા વર્ષે એટલે કે 2019માં દેશમાં વિવિધ કારણોસર ઇન્ટરનેટ પર જે પ્રતિબંધો મુકવામાં આવ્યા તેને કારણે દેશને આશરે 9245 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ નુકસાનની સરખામણી આંતરરાષ્ટ્રીય સ્તરે કરીએ તો ભારત ઇન્ટરનેટ પર પ્રતિબંધને કારણે થયેલા નુકાસનમાં ત્રીજા ક્રમે છે. જ્યારે પહેલા ક્રમે ઇરાક અને સુદાન છે કે જ્યાં આતંકવાદ વધુ જોવા મળે છે.
એક નવા સંશોધન અનુસાર વર્ષ 2019માં ભારતમાં 106 વખત ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. ઇરાકમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધોને કારણે 2.3 અબજ ડોલરનું નુકસાન થયું જ્યારે સૂડાનમાં પણ 1.87 અબજ ડોલરનું નુકસાન થયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QIoVtr
via Latest Gujarati News
0 Comments