
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાં પ્રતિબંધો અંગે જે ચુકાદો આપ્યો તેને લઇને હવે વિપક્ષે સરકારને ઘેરી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે વર્ષ 2020નો પહેલો ઝટકો આપ્યો છે. મોદીજીને સુપ્રીમ કોર્ટે યાદ અપાવ્યું છે કે મોદીજી કરતા બંધારણ મોટુ છે.
પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ આદેશ પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર એડમિનિસ્ટ્રેશને જે પ્રતિબંધો મુક્યા તે ઉતાવળીયા અને અહંકાર ભર્યા હતા. સાથે ચિદમ્બરમે માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં હાલ જે પણ અધિકારીઓ અને વહિવટકર્તાઓ છે તેને બદલી નાખવામાં આવે અને એક આખી નવી ટીમને ત્યાં તૈનાત કરવી જોઇએ.
ચિદમ્બરમે માગણી કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો મુકાયા તે બાદ લાંબા સમય સુધી સંપત મલિક રાજ્યપાલ હતા, તેઓ પણ જે નિર્ણયો પર સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા તે માટે જવાબદાર છે. તેથી પોતાની આ જવાબદારી સ્વીકારીને તેઓએ હાલ રાજ્યપાલ પદે છે ત્યાંથી રાજીનામુ આપી દેવું જોઇએ. નોંધનીય છે કે મલિક હાલ ગોવાના રાજ્યપાલ છે જ્યારે 370 હટાવાઇ ત્યારે તેઓ કાશ્મીરના રાજ્યપાલ હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Xqf3l
via Latest Gujarati News
0 Comments