ઇન્ટરનેટ પણ મૂળભૂત અધિકાર : કાશ્મીર મુદ્દે સુપ્રીમે સરકારને ઝાટકી


370 હટાવ્યાને પાંચ મહિના વિત્યા છતાં પ્રતિબંધો હટાવવામાં ન આવતા સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ

સુપ્રીમનું અવલોકન ઐતિહાસિક, પ્રતિબંધોની નોંધ લઇ અમારા તરફ ધ્યાન આપ્યું : કાશ્મીરીઓમાં ખુશીની લહેર

નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

જમ્મુ કાશ્મીરમાં સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દીધો છે, આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું જોકે હજુ પણ ઇન્ટરનેટ પરના પ્રતિબંધો હટાવવામા ન આવ્યા હોવાથી સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે.

આ અરજીની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે  બંધારણના આર્ટિકલ 19 મૂજબ વર્તમાન સમયમાં ઇન્ટરનેટ પણ મૂળભુત અિધકાર છે અને તેને છીનવી ન શકાય. સાથે જે પણ પ્રતિબંધો કાશ્મીરમાં મુકવામાં આવ્યા તેનો રિવ્યૂ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. 

ન્યાયાધીશ વી.એન. રમણા, બી.આર. ગવાઇ અને આર સુભાષ રેડ્ડીની બેંચે આ અરજીઓની સુનાવણી કરી હતી. અરજદારોએ ઇન્ટરનેટ ઉપરાંત અનેક વિસ્તારોમા લાંબા સમય સુધી 144 લાગુ કરી જે કરફ્યૂ લદાયો છે તે અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 144નો ઉપયોગ લોકોની બોલવા અને અન્ય આઝાદીને છીનવવા માટે ન કરી શકાય. 

સુપ્રીમ કોર્ટે બાદમાં આદેશ આપ્યો હતો કે જ્યાં પણ જરૂરી હોય ત્યાં ઇન્ટરનેટને તાત્કાલીક શરૂ કરવામાં આવે અને અન્ય જે જગ્યાએ પણ ઇન્ટરનેટ પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે તે અંગે સમિક્ષા કરવામાં આવે.

સાથે 144નો ઉપયોગ લોકોની આઝાદીને છીનવવા ન થાય તેની પણ કાળજી લેવામાં આવે. આ સાથે જ જે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે અંગે એક સપ્તાહમા સમિક્ષા કરવામાં આવે. જે પ્રતિબંધો અંગે રિવ્યૂના આદેશ અપાયા છે તેમાં ઇ-બેંકિંગ, ટ્રેડ સર્વિસ અને 144નો સમાવેશ થાય છે. 

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કાશ્મીરીઓમાં ખુશી જોવા મળી હતી, સાથે વિપક્ષે પણ આ નિર્ણયને આવકાર્યો હતો. જાણિતા વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યું છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. વૃંદા ગ્રોવર કાશ્મીર ટાઇમ્સના અનુરાધા વતી સુપ્રીમ કોર્ટમાં આ મામલે કેસ લડી રહ્યા છે.

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પણ આ મામલે અપીલ કરી છે, તેઓએ કહ્યું હતું કે આ ચુકાદો ઐતિહાસિક છે, પહેલી વખત સુપ્રીમ કોર્ટે આ મામલાની આક્રામક રીતે નોંધ લીધી છે અને કાશ્મીરીઓ કેવો અહેસાસ કરી રહ્યા છે તે અંગે વાત કરી છે. કેન્દ્ર સરકાર પુુરા દેશને ગેરમાર્ગે દોરી રહી છે તે આ ચુકાદા પરથી પુરવાર થાય છે.

નેશનલ કોન્ફરન્સ અને પીપલ ડેમોક્રેટીક પાર્ટીએ પણ આ ચુકાદાનું સ્વાગત કર્યું હતું. શ્રીનગરની એક વિદ્યાિર્થની આફરીન મુસ્તાકે કહ્યું હતું કે ઘણા સમયથી અમે ભોગવી રહ્યા છીએ. ઇન્ટરનેટ પર પ્રતિબંધો અંગે સુપ્રીમ કોર્ટે જે ઝાંટકણી કાઢી છે તે ભલે મોડી હોય પણ આવકાર્ય છે. 

બંધારણના આર્ટિકલ 19નું પાલન પણ કરવું પડશે : સુપ્રીમના મહત્વપૂર્ણ અવલોકન

નવી દિલ્હી, તા. 10

- સુપ્રીમ કોર્ટે સૌથી મોટુ નિવેદન ઇન્ટરનેટને લઇને કર્યું હતું જેના પર પાંચ ઓગસ્ટથી પ્રતિબંધ છે. સુપ્રીમે કહ્યું હતું કે ઇન્ટરનેટ આજના સમયે અભિવ્યક્તિની આઝાદીનો ભાગ છે અને તે બંધારણના આર્ટિકલ 19 અંતર્ગત મળેલા મૂળભૂત અિધકારોમાં આવે છે. 

- જો ઇન્ટરનેટ પર પ્રતિબંધો લગાવવા જ હોય તો એવા સમયે આર્ટિકલ 19 હેઠળ આવનારા દરેક નિયમોનું પાલન કરવું પડશે. સુપ્રીમે સાથે કહ્યું કે આર્ટિકલ 144ને લાંબા સમય સુધી લાગુ ન કરી શકાય. આ સિૃથતિમાં લાંબા સમય સુધી આર્ટિકલ 144 લાગુ કરવો સત્તાનો દુરૂપયોગ થઇ રહ્યો હોય તેવું દર્શાવે છે. 

- સરકારે જે નિર્ણયો લીધા છે તે કોઇ પણ રીતે સટિક નથી લાગતા. સુપ્રીમ કોર્ટે આ સાથે જ એક કમિટીનું ગઠન કર્યું છે, સાથે જે પણ પ્રતિબંધો મુકવામાં આવ્યા તેને સાર્વજનિક કરવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે. આ કમિટી સરકારના નિર્ણયોનો રિવ્યૂ કરશે અને તેનો રિપોર્ટ એક સપ્તાહમાં તૈયાર કરીને આપશે. 

- સુપ્રીમ કોર્ટે સાથે 144 અંગે ટિપ્પણી કરતા કહ્યું કે આર્ટિકલ 144 ક્યાય પણ લાગુ કરવામાં આવે તો પછી સાત દિવસની અંદર તેનો રિવ્યૂ થવો પણ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ પડકારવા માટે હાઇકોર્ટનો રસ્તો પણ ખોલી આપ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QIr7RM
via Latest Gujarati News

Post a Comment

0 Comments