ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ ટાંચમાં : મિલકતોની બજાર કિંમત 600 કરોડ


નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) વીડિયોકોન લોન કેસમાં એ આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર  અને સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની  78 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. જો કે આ મિલકતોની બજાર કીંમત 600 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાંઆવી રહી છે. 

ટાંચમાં લેવામાં આવેલી મિલકતોમાં 3.5 કરોડ રૂપિયાનું દક્ષિણ મુંબઇ સ્થિત એપાર્ટમેન્ટ, દીપક કોચરની નુપાવર રિન્યુએબલ્સ એન્ડ તેની વિન્ડ ફાર્મ્સ, ઇચાંદા ઉર્જા પ્રાઇવેટ સહિતની સબસિડરીની 74 કરોડ રૂપિયાની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવી છે. 

આ ઉપરાંત 10.5 લાખ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. ઇડીના સૂત્રોએ જણાવ્યું છે કે એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચંદા કોચરી મિલકતો ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ચંદા કોચરની વિરૂદ્ધ એક વર્ષ અગાઉ જાન્યુઆરી, 2019માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોચર સહિત અન્ય આઠ લોકો પર આઇસીઆઇસીઆઇ બેંકમાં ગેરરીતિ આચરીને વીડિયોકોન જૂથને લોન આપવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું કે કોચરે નિયમોનો ભંગ કરી વીડિયોકોન જૂથને 1875 કરોડ રૂપિયાની લોન અપાવી હતી. જેના બદલામાં વીડિયોકોન જૂથે ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપની નૂપાવર રિન્યુઅએબલ્સમાં નાણા રોક્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ઇડીએ અનેક વખત ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને પૂછપરછ માટે બોલાવ્યા હતાં. ઇડીએ ચંદા કોચર, તેમના પરિવાર અને વીડિયોકોન જૂથમા વેણુગોપાલ ધૂતને મુંબઇ અને ઔરંગાબાદ સ્થિત સંકુલોમાં દરોડા પાડયા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30apPC5
via Latest Gujarati News

Post a Comment

0 Comments