વડાપ્રધાનને અર્થતંત્રમાં ખબર જ નથી પડતી, મને નાણામંત્રી બનાવવો જોઈએ : સ્વામી


ચેન્નઈ, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી શરૂઆતથી જ મોદી સરકારની આિર્થક નીતિની ટીકા કરતા આવે છે. વધુ એક વખત તેમણે આ મુદ્દે વડાપ્રધાન અને નાણામંત્રીની ઝાટકણી કાઢી હતી.

ચેન્નઈના એક કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારની આિર્થક નીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સરકાર કડક પગલાં ભરવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે. 

સ્વામીએ કહ્યું હતું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આૃર્થતંત્રમાં કશી જ ખબર પડતી નથી. મને દેશનો નાણામંત્રી બનાવવો જોઈએ. મહત્વના ફેરફાર કર્યા વગર આૃર્થતંત્રને વેગ મળશે નહીં.

નાણામંત્રી નિર્મલા સિતારામન વિશે સ્વામીએ કટાક્ષમાં કહ્યું હતું : એમના વિશે તો હું જેટલું ઓછું બોલું એટલું જ સારૂં રહેશે. જેએનયુમાં ભણી લેવાથી આૃર્થશાસ્ત્રી નથી બની જવાતું.

તેમણે કહ્યું હતું કે આૃર્થશાસ્ત્રમાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એક સેક્ટરને અસર થાય એટલે બીજું સેક્ટર તેનાથી પ્રભાવિત થયા વગર રહેતું નથી. 

આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન અંગે સ્વામીએ કટાક્ષમાં કહ્યું હતું કે તેમના સમયથી જ ભારતનું આૃર્થતંત્ર ખાડે ગયું હતું. એ માણસ અમેરિકામાં ભણેલો હતો એટલે તેને ભારતીય આૃર્થતંત્રની નાડ પારખતા આવડયું નહી. એ માણસે વ્યાજના દરમાં વધારો કર્યો એટલે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો બંધ થઈ ગયા.

નિફ્ટીમાં 12311નો વિક્રમ સર્જાયો

અમદાવાદ, તા. 10

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધનું ટેન્શન હળવું થવા સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ શેરબજારમાં તેજીની ચાલ આગળ વધતા એનએસઇના નિફ્ટીએ આજે ઇન્ટ્રાડે 12311નો નવો વિક્રમ રચ્યો હતો.

અમેરિકા-ઇરાનના અહેવાલો ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ તેમજ આજથી શરૂ થયેલ કોર્પોરેટ પરિણામોની સીઝન સાનુકુળ પૂરવાર થવાની ગણતરી પાછળ નીકળેલ નવી લેવાલી પાછળ  બજારમાં સુધારો ઝડપથી આગળ વધ્યો હતો.

આ અહેવાલો પાછળ એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ઇન્ટ્રાડે ઝડપથી વધીને 12300ની સપાટી કુદાવી 12311.20ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. જો કે, પાછળથી તે વધ્યા મથાળેથી પાછો ફરતા કામકાજના અંતે 40.90 પોઇન્ટ વધીને 12256.80ની સપાટીએ બંધ રહ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tc5nzn
via Latest Gujarati News

Post a Comment

0 Comments