
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 01 જાન્યુઆરી 2019, બુધવાર
હિંદી સિનેમાના પરફેકનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાને ૧૫ વરસ પહેલાની એક ફિલ્મની વાર્તાને ફરી જીવંત કરવાનો નિર્ણય લીધો છે. તેણે હાલમાં જ ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડયુસર્સ એસોસિએશન (ઇમ્પા)માં મિસ્ટર મહેતા અને એન્ડ મિસ સિંહ અને મિસ્ટર મહેતા મિસ સિંહ એમ બે શિર્ષક નોંધાવ્યા છે. આ બન્ને શીર્ષક હિંદી અને અંગ્રેજી ભાષા માટે રજિસ્ટર કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ લગભગ ૧૫ વરસ પહેલા વિશાલ ભારદ્વાજના દિગ્દર્શનમાં શરૂ થવાનો હતો. જેમાં મુખ્ય અભિનેતા તરીકે આમિર ખાન અને અભિનેત્રી તરીકે કરીના કપૂરને પસંદ કરવામાં આવી હતી. પરંતુ પછીથી આમિર આ ફિલ્મમાંથી નીકળી જતા આ ફિલ્મને બંધ કરી દેવામાં આવી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QG41Ka
via Latest Gujarati News
0 Comments