રમેશ સિપ્પીની ફિલ્મને ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે


(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ, તા. 01 જાન્યુઆરી 2019, બુધવાર

આજકાલ ઓટીપી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં રમેશ સિપ્પીની એક ફિલ્મનો પણ સમાવેશ થયો છે. 

રમેશ સિપ્પી દિગ્દર્શિત અને હેમા માલિની, રાજ કુમાર રાવ અને રકુલ પ્રીત સિંહ અભિનિત ફિલ્મ 'સિમલા મીરચી' ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.  રમેશ સિપ્પીએ આ ફિલ્મ ૨૦૧૪માં બનાવી હતી. પરંતુ સંજોગવશાત આ ફિલ્મ રિલીઝ થઇ શકી નહીં. 

જોકે થોડા દિવસો પહેલા આ ફિલ્મ ફરી રિલીઝ થવાની છે, તેવા સમાચાર હતા. પ્રોડયુસર વાયકોમ-૧૮ આ ફિલ્મના નિર્માતા છે. પરંતુ હવે એવા ખબર આવ્યા છે કે,આ ફિલ્મને થિયેટરમાં નહીં પરંતુ ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37wz7Ln
via Latest Gujarati News

Post a Comment

0 Comments