ગણતંત્ર દિવસે અસમમાં 4 બોમ્બ બ્લાસ્ટ, CM સોનોવલે ઘટનાની કરી આકરી ટીકા

દિસપુર, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર

ગણતંત્ર દિવસે અસમમાં ચાર બોમ્બ બ્લાસ્ટ થયા છે. નવાઈ વાત એ છે કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી ત્રણ બ્લાસ્ટ ડિબ્રૂગઢ જિલ્લામાં થયા અને એક બ્લાસ્ટ ચરાઈદેવમાં થયો. 

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આ ઘટનાને પવિત્ર દિવસના અવસરે દહેશત પેદા કરનારી કાયરતા ગણાવી. 

સોનોવલે ટ્વીટ કરી જણાવ્યુ કે અસમમાં કેટલાક સ્થળો પર થયેલા બોમ્બ બ્લાસ્ટની આકરી ટીકા કરૂ છુ. આતંકવાદી સંગઠનોએ ભડાસ નીકાળતા પવિત્ર દિવસના અવસરે દહેશત પેદા કરનારી આ કાયર હરકત કરી છે. અપરાધીઓને સજા આપવા માટે અમારી સરકાર કડક પગલા લેશે. 

પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમે રવિવારે મહા હડતાલનું આહ્વાન કરતા નાગરિકોને ગણતંત્ર દિવસ સમારોહ નહીં મનાવવા માટે કહ્યુ હતુ. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GpbzMN
via Latest Gujarati News

Post a Comment

0 Comments