71માં ગણતંત્ર દિવસે ગૂગલે ખાસ ડૂડલ બનાવી કર્યુ સેલિબ્રેટ

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર

ભારતના ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વને Googleએ પણ એક ખાસ Doodleથી સેલિબ્રેટ કર્યુ છે. ગૂગલે આજના ડૂડલમાં ભારતની કલા અને સંસ્કૃતિને દર્શાવી છે. જેમાં ઈન્ડિયા ગેટ, તાજ મહેલની સાથે જ દેશના અલગ-અલગ રાજ્યોની ઝલક જોવા મળે છે. આજના ડૂડલને સિંગાપોરના આર્ટિસ્ટ મેરૂ સેઠે ડિઝાઈન કર્યુ છે.  

સાત દાયકા પહેલા 26 જાન્યુઆરીએ ભારતનુ બંધારણ લાગુ થયુ હતુ. અગાઉ બ્રિટિશ રાજમાં વર્ષ 1930થી 1947 સુધી આ દિવસ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. 

ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949એ બનીને તૈયાર થયુ હતુ. જે બાદ 26 જાન્યુઆરી 1950એ ભારતે એક ગણતંત્ર દેશ તરીકે પોતાના સફરની શરૂઆત કરી હતી. 

રાષ્ટ્રીય પક્ષી મોર, ભારતના સાંસ્કૃતિક રંગ, આર્ટસ, ટેક્સટાઈલ અને નૃત્ય તમામ એક સાથે જોવા મળ્યુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RrZ3Cz
via Latest Gujarati News

Post a Comment

0 Comments