Republic Day: રાજપથ પર જોવા મળ્યુ સેનાનું અદમ્ય સાહસ, જુઓ પરેડની ખાસ તસવીર



નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર

સમગ્ર દુનિયા રાજપથ પર હિન્દુસ્તાનની તાકાત અને સંસ્કૃતિ જોઈ રહી છે.

એક એવો તહેવાર જે કોઈ ધર્મ, જાતિ કે ક્ષેત્ર સાથે જોડાયેલો નથી પરંતુ જેને સમગ્ર હિન્દુસ્તાન સાથે મળીને ઉજવે છે.

ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક જેને દુનિયા જુએ છે. 

આ વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારો છે.

ગણતંત્ર દિવસના અવસરે ત્રીજી વાર બ્રાઝિલના રાષ્ટ્રાધ્યક્ષ મુખ્ય અતિથિ તરીકે આવ્યા છે.

અગાઉ 1996 અને 2004માં પણ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતના ગણતંત્ર દિવસે અતિથિ તરીકે આવી ચૂક્યા છે. 

ગણતંત્ર દિવસના સમારોહમાં આ વખતે નરેન્દ્ર મોદીએ નેશનલ વૉર મેમોરિયલ જઈને જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

નેશનલ વૉર મેમોરિયલમાં યુદ્ધમાં દેશ માટે શહીદ થનાર જવાનોના નામ લખેલા છે.

આ પહેલો અવસર હતો કે જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ અમર જવાન જ્યોતિના બદલે નેશનલ વૉર મેમોરિયલમાં અપાઈ છે.

1973માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈન્ડિયા ગેટ પર સ્થિત અમર જવાન જ્યોતિ સૈનિકોએ શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા શરૂ કરી હતી.

જે ગત વર્ષ સુધી ચાલી હતી. અમર જવાન જ્યોતિ 1971માં પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ જવાનો માટે તૈયાર કરાઈ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RL758A
via Latest Gujarati News

Post a Comment

0 Comments