અભિનેતા નસીરુદ્દીન શાહની દીકરી સામે મારામારીનો કેસ


મુંબઈ,26 જાન્યુઆરી 2020 રવિવાર

વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહની પુત્રી અભિનેત્રી હિબા શાહ સામે મુંબઈ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મુંબઈની પશુ હૉસ્પિટલમાં હિબાએ મહિલા કર્મચારીની મારપીટ કર્યાના આરોપસર સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે પોલીસે ગુનો નોંધ્યો છે. હિબા શાહની મૈત્રિણી સુપ્રિયા શર્માએ બે બિલાડીઓની નસબંદી માટે પશુ હૉસ્પિટલના ડૉક્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે તેને હૉસ્પિટલમાં જવાનું શક્ય ન બનતાં તેણે હિબાને બંને બિલાડી લઈ જવા કહ્યું હતું.  હૉસ્પિટલમાં ગયા બાદસર્જરી ચાલં  હોવાથી કર્મચારીએ હિબાને પાંચ મિનીટ રોકાવા કહ્યું હતું. થોડો સમય ગયા બાદ હિબાનો ગુસ્સો તીવ્ર બનતાં તેણે કર્મચારીઓ પર ગુસ્સો કર્યો હતો. બિલાડીની સર્જરી કરવા પહેલાં દસ્તાવેજ પર સહી માંગતાં પણ હિબા ભડકી ગઈ હતી અને તેણે કર્મચારીને ગાળો આપવાની શરુઆત કરી હતી. 

આથી તેને પાછા જવાનું કહેવામાં આવતાં તેણે ક્લિનિકની બે મહિલા કર્મચારીઓની મારપીટ કર્યાની ઘટના ૧૬મી જાન્યુઆરીએ બની હતી.આ પ્રકરણે હૉસ્પિટલે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. ૧૬મી જાન્યુઆરીએ બનેલ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેના પરથી જ વર્સોવા પોલીસે હિબાની સામે ગુનો દાખલ કર્યો છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30T9mml
via Latest Gujarati News

Post a Comment

0 Comments