
શ્રીનગર,26 જાન્યુઆરી 2020 રવિવાર
જમ્મુ કાશ્મીરમાં જેવુ ઇન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું કે તુરંત જ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની એક તસવીર વાઇરલ થઇ ગઇ છે. ઓમર અબ્દુલ્લા ગત વર્ષે રાજ્યમાંથી ૩૭૦ હટાવવામાં આવી તે બાદથી અત્યાર સુધી નજર કેદ હતા, આ નજરકેદ દરમિયાન તેમના ઇન્ટરનેટના ઉપયોગ સહિતના પ્રતિબંધો લગાવાયા હતા. તેઓએ પોતાની કોઇ જ તસવીર આ દરમિયાન જાહેર નહોતી કરી પણ જેવું ઇન્ટરનેટ રાજ્યના ૨૦ જિલ્લામાં શરુ થયું કે તુરંત જ ઓમર અબ્દુલ્લાની એક તસવીર સામે આવી જેમાં તેઓની સફેદ કલરની દાઢી બહુ જ વધી ગઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TWtPFj
via Latest Gujarati News
0 Comments