
મુંબઇ,તા. 20 જાન્યુઆરી 2020, સોમવાર
શ્રદ્ધા કપૂર હાલ પોતાની આવનારી ફિલ્મ ' સ્ટ્રીટ ડાન્સર ૩'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મની રિલીઝ બાદ શ્રદ્ધા આગામી ફિલ્મની તૈયારી કરશે.
લવ રંજન પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે, જેમાં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરઆ ફિલ્મમાં કામ કરવાના છે. શ્રદ્ધાને લવ રંજનની ફિલ્મો બહુ પસંદ છે તેમજ રણબીર કપૂર સાથે કામ કરવા ઉત્સાહિત છે.શ્રદ્ધાએ કહ્યું હતું કે, '' રણબીર સાથે કામ કરવાની મને ઘણા સમયથી ઇચ્છા હતી. મને જેવી આ ફિલ્મની ઓફર આવી કે મેં સ્ક્રિપ્ટ સાંભળીને તરત જ હા પાડી દીધી હતી. આ ફિલ્મ માર્ચ મહિનામાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. હું મારી આવનારી ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર ૩ડી'ના રિલીઝ પછી તૈયારી શરૂ કરીશ.
' શ્રદ્ધા ' બાગી ૩'માં કામ કરી રહી છે. તેમજ 'સ્ત્રી ૨'ને લઇને પણ ઉત્સાહિત છે. તેને આશા છે કે આ ફિલ્મ અંગેનો નિર્ણય જલદી જ લેવામાં આવશે.
શ્રદ્ધાની આવનારી ફિલ્મ 'એબીસીડી સીરિઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે વરુણ ધવન, નોરા ફતેહી અને પ્રભુ દેવા મુખ્ય ભૂમિકામાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2THvz5i
via Latest Gujarati News
0 Comments