એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત ઃ બોલીમાં ભાગ લેવા ૧૭ માચ સુધી અરજી કરી શકાશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭

સરકારે આજે દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ અંગે આજે જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ૧૭ માર્ચ સુાૃધીમાં બોલી લગાવી શકાશે. 

આજે જારી કરાયેલા બિડ ડોક્યુમેન્ટ અનુસાર એર ઇન્ડિયા ઉપરાંત લોે કોસ્ટ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સો અને સંયુક્ત સાહસ એઆઇએસએટીએસમાં પણ ૫૦ ટકા હિસ્સો વેચવામાં આવશે. 

આજે જારી કરાયેલી જાહેરાત અનુસાર એરલાઇન્સનું સંપૂર્ણ સંચાલન પણ સફળ બિડરને સુપ્રત કરી દેવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં સરકારે બીજી વખત એર ઇન્ડિયા વેચવાનો પ્રયાસ કર્યો છે. બોલીમાં ભાગ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ માર્ચ નક્કી કરવામાં આવી છે. 

એઆઇએસએટીએસ એર ઇન્ડિયા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પૂરી પાડે છે. એર ઇન્ડિયા એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ, એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, એરલાઇન એલાઇડ સર્વિસીસ અને હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પણ હિતો ાૃધરાવે છે. આ ચારેય કંપનીઓને મર્જ કરી એક નવી કંપની એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ(એઆઇએએચએલ) બનાવવામાં આવશે. 

અગાઉ સરકારે ૨૦૧૮માં એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી પણ જો કે તે સમયે કોઇ પણ કંપની તેને ખરીદવા તૈયાર ાૃથઇ ન હતી. જેના પગલે આ વખતે સરકારે એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી છે. 

 ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં એર ઇન્ડિયાની ચોખ્ખી ખોટ ૮૫૫૬ કરોડ રૃપિયા હતી. હાલમાં સરકારી એરલાઇન્સ પર કુલ ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનું દેવું છે. 

એર ઇન્ડિયાની તમામ ફલાઇટ બંાૃધ કરવાની અફવાઓને ફગાવી દેતા નાગરિક ઉડ્ડયન પ્રાૃધાન હરદીપ સિંહ પુરીએ ૩૧ ડિસેમ્બરે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાને દરરોજ ૨૦ાૃથી ૨૬ કરોડ રૃપિયાનું નુકસાન ાૃથઇ રહ્યું હોવા છતાં જ્યાં સુાૃધી તેની ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ નહીં ાૃથાય ત્યાં સુાૃધી ફલાઇટ બંાૃધ કરવામાં આવશે નહીં. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36sASrP
via Latest Gujarati News

Post a Comment

0 Comments